ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં આજે નિર્ણયનો દિવસ, ફડણવીસને મળશે તાજ કે સરપ્રાઈઝ?

Text To Speech
  • વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં થશે નેતાની પસંદગી

મુંબઈ, 4 ડિસેમ્બર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્નને લઈને ચાલી રહેલો સસ્પેન્સ આજે બુધવારે સમાપ્ત થઈ શકે છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાશે. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. CM પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. હવે માત્ર ધારાસભ્યોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બુધવારે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પછી આવતીકાલે ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

ભાજપ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યાથી થશે શરૂ

મહારાષ્ટ્ર વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થશે. ભાજપના ધારાસભ્યો સવારે 9.30 વાગ્યાથી વિધાન ભવન પહોંચવાનું શરૂ કરશે.

ડ્રોન દ્વારા પણ દેખરેખ

આજે અને આવતીકાલે આઝાદ મેદાન વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પૂર્વ તરફની ઊંચી બિલ્ડિંગો પર પોલીસ તૈનાત રહેશે, આ સિવાય પોલીસ ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખશે.

2500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભીડને જોતા મુંબઈ પોલીસે 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 10 નાયબ પોલીસ કમિશનર, 20 મદદનીશ પોલીસ કમિશનર, 100 પોલીસ ઈન્સ્પેક્ટર, 150 મદદનીશ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત 1500થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે હાજર રહેશે. આ સાથે સશસ્ત્ર પોલીસ દળો, ટાસ્ક ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તૈયાર રહેશે.

આ પણ જૂઓ: ભારત-ચીન સંબંધોમાં સુધારો, LACમાં સ્થિતિ સામાન્ય: લોકસભામાં EAM ડૉ.જયશંકરનું નિવેદન

Back to top button