સુરતથી બે યુવાનો ત્રિરંગાથી રંગેલી 1 કરોડની કાર લઈને દિલ્હી પહોંચ્યા
સમગ્ર ભારત દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વખત તિરંગો ફરકાવ્યો છે અને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આઝાદીના આ અવસરે સુરતના બે યુવકો ત્રિરંગાથી રંગેલી 1 કરોડની કાર લઈને દિલ્હી પહોંચ્યા છે. આ કારનો લુક યુવકો દ્વારા કંઈક એવી રીતે બદલવામાં આવ્યો છે કે જોનારાનું પહેલી નજરમાં જ દિલ જીતી લે.
વધુ વાંચો : સુરતના બે યુવકોએ લક્યુરિયસ જેગુઆર કારને દેશભક્તિના રંગે રંગી, જૂઓ આખે આખી કારનો દેખાવ કેવો બદલાયો
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના શરીરના છુટા છુટા અંગો મળ્યા
ખેડા જિલ્લામાં આજે રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી છુટા અંગો સાથે નવજાત બાળક મૃત મળી આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમા અરેરાટી મચી જવા પામી છે.
વધુ વાંચો : નડિયાદ : સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો
સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી
સુરતની ધારુકા કોલેજમાં દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા.જેમાંથી બે લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વધુ વાંચો : સુરતની ધારુકા કોલેજમાં સ્લેબ થયો ધરાશાયી, 2 શ્રમિકોના મોત, 1 સારવાર હેઠળ
આજે શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ 12મું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાનો જન્મ દિવસ છે અને આજે જ તેમનું 12મું છે.જ્યારે આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતા હતા.
વધુ વાંચો : અનોખો સંયોગ ! આજે શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ 12મું
77માં સ્વતંત્રતા દિવસે સ્વદેશી તોપોથી આપવામાં આવી સલામી
દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર 21 તોપોની સલામી આપવામાં આવી હતી, પરંતુ આ વખતે પહેલીવાર બન્યું છે કે જ્યારે સ્વદેશી તોપોથી સલામી આપવામાં આવી હોય.
વધુ વાંચો : 77માં સ્વતંત્રતા દિવસે સ્વદેશી તોપોથી આપવામાં આવી સલામી; જૂઓ વીડિયો
કારમાં ડાર્ક ફિલ્મો વાળાની ખેર નહીં
રાજ્યભરમાં કાળા કાચ વાળી ગાડીઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી શકે છે. ડાર્ક ફિલ્મો વાળી ગાડીઓના માલીકો સામે તો પોલીસ કાર્યવાહી કરશે જ પરંતુ હવે ડાર્ક ફિલ્મોનું વેચાણ કરનાર વેપારીઓની સામે પણ કેસ કરી કાર્યવાહી કરશે.
વધુ વાંચો : પોલીસ એક્શન મોડમાં, કારમાં ડાર્ક ફિલ્મો વાળાની ખેર નહીં
યુરોપનો સૌથી એક્ટિવ જ્વાળામુખી માઉન્ટ એટના ફાટ્યો
યુરોપમાં સૌથી મોટો સક્રિય જ્વાળામુખી રવિવારે ફાટી નીકળ્યો છે. ઇટાલીનો માઉન્ટ એટના જ્વાળામુખી યુરોપનો સૌથી ઊંચો અને સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. જે ફરી એકવાર ફાટી નીકળ્યો છે. જેને કારણે મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : યુરોપનો સૌથી એક્ટિવ જ્વાળામુખી માઉન્ટ એટના ફાટ્યો, સ્થાનિક એરપોર્ટ બંધ, મુસાફરો અટવાયા
ગાંધીનગરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
આજે દેશભરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જેમાં આજના દિવસે દેશ આઝાદ થયો હોવાથી જવાનો દ્વારા સન્માનમાં પરેડ પણ કરાવામાં આવે છે. ત્યારે ગ્રીન સીટી તરીકે ઓળખાતા ગાંધીનગરમાં પણ આજે શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં પરેડ દરમિયાન જવોનાની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વ પર પરેડ કરી રહેલા જવાનોની તબિયત લથડી