અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીબિઝનેસવિશેષ

ભારતીય ઉદ્યોગજગતના પિતા અને ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી તાતાની આજે જન્મજયંતી

  • આપણા દેશના ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં જમશેદજી તાતાનું બહુ મોટું યોગદાન

HD ન્યૂઝ ડેસ્ક, 3 માર્ચ: જમશેદજી તાતા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા ગ્રુપના સંસ્થાપક હતા. જેમને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે. જમશેદજી તાતા (Jamshedji Tata)એ ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી. 3 માર્ચના રોજ ગુજરાતના નવસારીમાં જન્મેલા જમશેદજી તાતાની આજે 185મી જન્મજયંતી છે. તેમણે જ દેશમાં પહેલી કાર ખરીદી હતી. કહેવામાં આવે છે કે, આ દેશને મોટો બિઝનેસ કરતા તેમણે જ શીખવ્યું હતું. ભારતને ઔદ્યોગિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે તેમણે એક સપનું જોયું અને પછી તેને પૂરું કરવામાં લાગી ગયા.

જમશેદજી ટાટાનો આજે જન્મ દિવસ

Jamsetji Tata
Jamsetji Tata\Tata group

જમશેદજી તાતાનો જન્મ 3 માર્ચ 1839ના રોજ થયો હતો. તેમનો જન્મ ગુજરાતના નવસારીમાં નુસરવાનજી અને જીવન બાઈ તાતાને ત્યાં થયો હતો. જેમણે જમશેદપુર શહેરની સ્થાપના કરી, જે ટાટાનગર તરીકે પણ ઓળખાય છે. તેમનો પરિવાર ઝોરોસ્ટ્રિયનોના લઘુમતી જૂથનો ભાગ હતો જેઓ ઈરાનમાં ઝોરોસ્ટ્રિયનોના જુલમથી ભાગી ગયા હતા અને ભારતમાં સ્થળાંતર કર્યું હતું. જમશેદજી તાતાના પિતાએ બિઝનેસમાં હાથ અજમાવ્યો, જમશેદજી તાતા પણ તેમને મદદ કરવા મુંબઈ ગયા. 14 વર્ષની નાની ઉંમરે, તેણે તેના પિતાને મદદ કરી અને તેમનો અભ્યાસ કર્યો.

કેવી રીતે થઈ ટાટા ગ્રુપની શરુઆત?

Jamsetji Tata
Jamsetji Tata\Tata group

જે પછી તેણે પોતાનું પહેલું સાહસ શરૂ કર્યું. તેમણે ટ્રેડિંગ કંપની શરૂ કરી. તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે મુંબઈની એક મિલને કોટન મિલમાં બદલી. જેમાં પાછળથી તેમને લાભ મળ્યો હતો. જમશેદજી તાતાએ તેમના કપડાં સસ્તામાં એક્સપોર્ટ કરવા માટે શિપિંગ કંપની પણ શરૂ કરી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો અને સફળતા મેળવી.

જમશેદજી તાતાનો ઇતિહાસ શું છે?

Jamsetji Tata
Jamsetji Tata’s Family

અંગ્રેજ લેખક પીટર કેસીના પુસ્તક ‘સ્ટોરી ઓફ ટાટા’ અનુસાર, ટાટા પરિવાર શરૂઆતમાં અફીણનો વેપાર કરતો હતો. જો કે તે સમયે ચીનથી અફીણનો આ વેપાર કાયદેસર હતો. જમશેદજીએ જ આ પરિવારને અફીણના વ્યવસાયમાંથી બહાર કાઢીને એક મોટા બિઝનેસ એમ્પાયરમાં ફેરવ્યું. સમય જતા ટાટા પરિવાર એટલું આગળ વધી ગયું કે તે સરકારને પણ લોન આપી શકે તેમ હતું. ટાટા પરિવાર ગુજરાતના નવસારીથી આવે છે. 18મી સદીના શરૂઆતના વર્ષોમાં જમશેદજીના પિતા નુસરવાનજી તાતા ત્યાં તેમનો વ્યવસાય કરતા હતા. જ્યારે અંગ્રેજોએ મુંબઈ શહેર વસાવવાનું શરૂ કર્યું ત્યારે નફો કમાવવા માટે નુસરવાનજી નવસારીથી મુંબઈ આવ્યા હતા. અંગ્રેજોને ઉદ્યોગપતિઓની જરૂર હતી અને નુસરવાનજી વેપાર કરતા હતા. આ કારણે નુસરવાનજીએ મુંબઈમાં જ રહેવાનું મન બનાવી લીધું.

Jamsetji Tata
Jamsetji Tata 1965 stamp of India

ટાટા ગ્રુપ પર ઘણા પુસ્તકો લખાયા. નુસરવાનજી એક કુશળ વેપારી હતા. મુંબઈ આવતા પહેલા તેમણે ગુજરાતમાં પોતાનો ટ્રેડિંગનો બિઝનેસ ફેલાવ્યો હતો. આ 1850નો સમયગાળો હતો. આખી દુનિયામાં પોતાનું સામ્રાજ્ય બનાવવા માટે પશ્ચિમી દેશો મચી પડ્યા હતા. યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોના દર્દને દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ અફીણનો હતો.

જમશેદજી તાતા શરૂઆતમાં તેમના પિતાના વ્યવસાયમાં જોડાયા

જમશેદજી નવસારીમાં જ પોતાનો પ્રારંભિક અભ્યાસ કરી રહ્યા હતા. નવસારીમાં પ્રારંભિક અભ્યાસ પૂરો કરીને જમશેદજી 13 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા. 17 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની ‘એલ્ફિન્સ્ટન કોલેજમાં’ પ્રવેશ મેળવ્યો હતો. અહીં તેમણે ટોપર તરીકે ડિગ્રી પૂર્ણ કરી. તે પછી તેઓ પિતાના બિઝનેસમાં લાગી ગયા. જમશેદજી તાતા શરૂઆતમાં તેમના પિતાના વ્યવસાયમાં જોડાયા અને 29 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમશેદજીને શરૂઆતના બિઝનેસમાં નિષ્ફળતા મળી હતી. અફીણના ધંધામાં પણ, જે તે જમાનામાં સૌથી નફાકારક ધંધો ગણાતો હતો. આ દરમિયાન તેમણે ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી. તેમને બ્રિટનમાં કોટન મિલની ક્ષમતા વિશે જાણકારી મળી. ભારત પાછા આવ્યા પછી જમશેદજીએ એક તેલની મિલ ખરીદી અને તેને કોટન મિલમાં ફેરવી. એ મિલ ચાલી તો જમશેદજીએ તેને ભારે નફામાં વેંચી નાખી.

આ પણ જુઓ: 300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર શિવજી મહેરબાન

Back to top button