ટ્રેન્ડિંગનેશનલ

આજે અટલ બિહારી બાજપેઇની જન્મજયંતિઃ કેમ મનાવાય છે Good Governance Day?

Text To Speech

ભારતમાં 25 ડિસેમ્બરે Good Governance Day એટલે કે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે દેશના વિવિધ સરકારી કાર્યાલયોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, જેથી સુશાસન વ્યવસ્થા મજબુત અને સશક્ત થઇ શકે. આ ઉપરાંત સરકારી કાર્યક્રમોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી પણ સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સુશાસન દિવસ આપણા લોક લાડીલા પુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઇના જન્મદિવસના સંદર્ભમાં મનાવવામાં આવે છે.

આજે અટલ બિહારી બાજપેઇની જન્મજયંતિઃ કેમ મનાવાય છે Good Governance Day?  hum dekhenge news

Good Governanceનો અર્થ છે એવી વ્યવસ્થા જેમાં સરકારી કાર્યાલય અને સંસ્થાને પારદર્શક અને જવાબદાર બનાવી શકાય. જેથી દરેક નાગરિકને સરકારી કાર્યાલય અને સંસ્થા દ્વારા ગુણવત્તાયુક્ત સેવા મળી શકે. આ ઉપરાંત એક એવુ વાતાવરણ નિર્મિત કરવાનું જ્યાં કોઇ વ્યક્તિની સાથે જાતિ કે લિંગના આધારે ભેદભાવ ન થાય. તમામ વ્યક્તિને પોતાની વાત રજુ કરવાનો અધિકાર મળે. આ તમામ વાતોને Good Governanceના રૂપમાં પરિભાષિત કરાઇ છે.

રાષ્ટ્રીય સ્તર પર મનાવવામાં આવતો આ દિવસ દરેક સરકારી સંસ્થાઓ અને કાર્યાલયમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. જેથી ત્યાં કામ કરનારા કર્મચારીઓને સુશાસનનો અહેસાસ થાય અને તેઓ ખુદ પણ પોતાની આસપાસ એવુ વાતાવરણ ક્રિએટ કરે.

આજે અટલ બિહારી બાજપેઇની જન્મજયંતિઃ કેમ મનાવાય છે Good Governance Day?  hum dekhenge news

બાજપેઇને દુશ્મનોએ પણ વખાણ્યા

ભારતના રાજકીય ઈતિહાસમાં અટલ બિહારી બાજપેઇનું વ્યક્તિત્વ શિખર પુરુષ તરીકે નોંધાયેલુ છે. તેમની ઓળખ એક કુશળ રાજનેતા, સફળ પ્રશાસક, ભાષાના જાણકાર, કવિ, પત્રકાર તથા લેખક તરીકે છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારામાં ઉછરેલા અટલજી રાજનીતિમાં ઉદારવાદ અને સમાનતાના સમર્થક ગણાય છે. રાજનીતિમાં ધૂર વિરોધીઓ પણ તેમની વિચારધારા અને કાર્યશૈલીના પ્રશંસક રહ્યાં. પોખરણ પરિક્ષણ કરીને દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકા સાથે અન્ય દેશોને પણ ભારતની શક્તિનો અહેસાસ કરાવ્યો. જનસંઘના સંસ્થાપકોમાંના એક અટલ બિહારી વાજપેયીના રાજનીતિક મૂલ્યોની ઓળખ પછીથી થઈ અને તેમને ભાજપ સરકારમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં.

આ પણ વાંચોઃ IPLના આ પાંચ મોટા ખેલાડીઓ જે અન શોલ્ડ રહ્યા, જાણો શું હતુ કારણ

Back to top button