અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવર્લ્ડ

શીખોના પ્રથમ ગુરુ અને ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની આજે 554મી જન્મ જયંતી

  • દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતીની કરવામાં આવે છે ઉજવણી
  • શીખ સમુદાયના લોકો ગુરુ નાનક જયંતીને પ્રકાશના પર્વ તરીકે ઉજવે છે
  • દેશભરના તમામ ગુરુદ્વારાઓમાં ભજન, લંગર વગેરે કાર્યક્રમોનું આયોજન

ગુરુ નાનક જયંતી : ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસને ગુરુ નાનકજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, 27 નવેમ્બર 2023ના રોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. શીખ સમુદાય માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવારને શીખો માટે પ્રકાશનો પર્વ પણ કહેવામાં આવે છે.

 

આ શુભ અવસર પર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ સહિત દેશભરના તમામ ગુરુદ્વારાઓમાં વિશેષ જાહોજલાલી જોવા મળે છે તેમજ સભાઓનું આયોજન કરવામાં આવે છે. શિખ ધર્મના લોકો ગુરૂદ્વારામાં ગુરૂગ્રંથ સાહિબનો પાઠ કરે છે. આ સિવાય ગુરૂદ્વારામાં ભજન, લંગર વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, ગુરુ નાનક દેવજીની જન્મજયંતી પર લોકો તેમના મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોને પણ શુભેચ્છાઓ મોકલે છે.

 

ગુરુ નાનક દેવનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?

ગુરુ નાનક દેવની માતાનું નામ ત્રિપ્તા અને પિતાનું નામ કલ્યાણચંદ હતું. નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ પંજાબના તલવંડીમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં આવેલું છે. આ સ્થળ નનકાના સાહિબના નામથી પણ પ્રખ્યાત છે. શીખ ધર્મમાં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિનું વિશેષ મહત્વ છે. ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

ગુરુ નાનક દેવજીની ગુરુ વાણી :

એક ઓંકાર સતનામ કરતા પુરખ

અકાલ મૂરત

અજૂનિ સભમ

ગુરુ પરસાદ જપ આડ સચ જુગાડ સચ

હૈ ભી સચ નાનક હોસે ભી સચ

સોચે સોચ ન હો વે

જો સોચી લાખ વાર

છૂપે છૂપ ન હોવે

જે લાઇ હર લખ્તા

રઉખિયા પુખ ન ઉતરી

જે બનના પુરીયા પાર

સહાસ્યાંપા લાખ વહ હૈ

તા એક ન ચલે નાલ

કે વે સચ યારા હોઇ એ

કે વે કુડે ટૂટતે પાલ

હુકુમ રજાઈ ચલના નાનક લિખીએ નાલ

તેને પ્રકાશ પર્વ શા માટે કહેવામાં આવે છે?

ગુરુ નાનક દેવજીએ તેમનું સમગ્ર જીવન એક સમાજ સુધારક તરીકે સમર્પિત કર્યું હતું. જ્ઞાતિવાદ અને ભેદભાવ દૂર કરવા માટે તેમણે વિશેષ પગલાં લીધાં હતાં. માનવતાના નામે, તેમણે લોકોને એકતામાં બાંધવાના ઉપદેશો આપ્યા હતા. નાનક સાહેબે સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું હતું અને તેથી જ તેમની જન્મજયંતિ દર વર્ષે પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ જુઓ :દેવ દિપાવલી નિમિતે કાશીના ઘાટ 12 લાખ દીવાઓથી ઝળહળશે, 70 દેશોના રાજદૂતો રહેશે હાજર

Back to top button