અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

આજે 5161મી ગીતા જયંતી, વિશ્વનો એકમાત્ર ગ્રંથ જેની ઉજવવામાં આવે છે જન્મજયંતી

  •  આજના દિવસે શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે

HD ન્યૂઝ ડેસ્ક, 11 ડિસેમ્બર: ગીતા જયંતી દર વર્ષે માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે 5161મી ગીતા જયંતી આજે બુધવાર અને 11 ડિસેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગીતા જયંતી પર મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં માગશર માસના સુદ એકાદશીએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણોસર આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવાની પરંપરા છે.  ભગવાને ગીતામાં કહ્યું છે કે મહિનાઓમાં હું માગશર છું. તેથી આ મહિનો ભગવાનનું સ્વરુપ કહેવાયો છે. આ મહિનો ભગવાનને અતિશય પ્રિય હોય છે.

ગીતાના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે, જો તેનો જીવનમાં અમલ કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે. ગીતામાં જીવન, ભક્તિ, યોગ, કર્મ અને જ્ઞાન જેવા વિવિધ અંગો સમજાવવામાં આવ્યા છે. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે, જેમાં 18 અધ્યાય અને લગભગ 700 શ્લોક છે. આ બધાનો અભ્યાસ કરવાથી સાધકનું જ્ઞાન વધે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ તેના જીવનમાં રહે છે. ગીતા જયંતીના દિવસે કૃષ્ણ મંદિરોમાં ખાસ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભકામનાઓ

ગીતા જયંતીનું શું છે ધાર્મિક મહત્ત્વ?

હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતી શ્રીમદ ભગવદ ગીતા વિશે એવું માનવામાં આવે છે કે, જે કોઈ ગીતા જયંતીના દિવસે તેની પૂજા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો પાઠ કરે છે, તેમજ પોતાના જીવનમાં તેનું આચરણ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેના પર હંમેશા માટે વરસે છે અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરનાર ક્યારેય ભ્રમના બંધનમાં ફસાતો નથી અને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

ગીતાના પાઠ કરવાથી પરિવારમાં એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે 

શ્રીમદ ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આ મહાન અને પવિત્ર ગ્રંથને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. દરરોજ ગીતાના પાઠ કરવાથી પરિવારમાં એકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઉલ્લેખનીય છે કે, ગીતામાં ધર્મ, કાર્ય, નીતિ, સુખ અને સફળતાનું રહસ્ય છુપાયેલું છે. શ્રીમદ ભગવદ ગીતાના પાઠ કરવાથી જીવનના તમામ પ્રશ્નોના જવાબ મળી જાય છે. એટલું જ નહીં, જે ઘરમાં ગીતાનો પાઠ ભક્તિ સાથે કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહે છે તેમજ ગીતા જયંતીના દિવસે ગીતાનો પાઠ કરવાથી અને હવન કરવાથી ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.

આ પણ જૂઓ: 2025માં સૂર્ય-ગુરૂ અને શુક્રનો ષડાષ્ટક યોગ બદલશે ત્રણ રાશિઓનું જીવન

Back to top button