આજે Teddy Day: કયા રંગનું ટેડી ગિફ્ટ કરશો? જાણો બીજી પણ વાતો
આજે એટલે કે 10 ફેબ્રુઆરીને ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનર અને ખાસ વ્યક્તિને ખાસ ટેડી ભેટ સ્વરૂપે આપે છે. ટેડી બિયરને વેલેન્ટાઇન વીક સિવાય જન્મદિવસ કે અન્ય ખાસ અવસરો પર પણ લોકો એકબીજાને ગીફ્ટમાં આપે છે.
ટેડી ડેનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ થિયોડોર ટેડી રૂઝવેલ્ટના નામ પર રાખવામાં આવ્યું છે. એક વખત તેઓ રીંછનો શિકાર કરવા ગયા હતા. તેમની સાથે સહાયક હોલ્ટ કોલીર પણ હતો. અહીં કોલીરે કાળા રંગના એક ઘાયલ રીંછને પકડી લીધો અને વૃક્ષ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ સહાયકે રાષ્ટ્રપતિ પાસે રીંછને ગોળી મારવાની મંજૂરી માગી. પરંતુ રીંછને ઘાયલ અવસ્થામાં જોઈને રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું હૃદય પીગળી ગયુ અને તેમણે પ્રાણીની હત્યા કરવાની ના પાડી દીધી. 16 નવેમ્બરે ધ વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં આ ઘટના પર આધારિત એક તસ્વીર છપાઈ હતી. જેને કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને બનાવ્યું હતુ.
કોણે પાડ્યુ ટેડી નામ?
અખબારમાં છપાયેલી તસ્વીરને જોઈને વેપારી મૉરિસ મિચટૉમે વિચાર્યુ કે એક રમકડું રીંછના બાળકના આકારનું બનાવવામાં આવે. તેમણે પોતાની પત્ની રોજની સાથે મળીને તેને ડિઝાઈન કર્યુ. રમકડાનું નામ ટેડી રાખવામાં આવ્યું. ટેડી નામ રાખવા પાછળનું કારણ એવુ હતુ કે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું નિકનેમ ટેડી હતુ, આ રમકડુ રાષ્ટ્રપતિને સમર્પિત હતુ. તેથી તેમના નામનો ઉપયોગ કરવાની પરવાનગી લઇને તેને વેપારી દંપતિએ લોન્ચ કર્યુ.
આ ખૂબ સોફ્ટ, ખાસ ફીલ કરાવનાર અને બાળપણની યાદ અપાવનાર ટેડીને ગિફ્ટ કરીને વ્યક્તિ પ્રેમ, ફીલિંગ અને રોમાન્સની ફીલિંગ એક્સપ્રેસ કરે છે. તેને ગિફ્ટ કરીને તમે તમારા પાર્ટનર કે ખાસ વ્યક્તિને ખુશ કરી શકો છો.
જાણો અલગ અલગ રંગના ટેડીનો અર્થ શું થાય છે?
લાલ ટેડી
લાલ રંગનુ ટેડી તે વ્યક્તિને આપી શકો છો જેને તમે તમારી ખાસ ફિલિંગ્સ વિશે કહેવા માંગો છો અથવા પ્રેમ કરો છો. તે તે લાગણીને મજબૂત બનાવે છે.
પિંક ટેડી
જ્યારે તમે પ્રપોઝલનો જવાબ લેવા ઇચ્છતા હો તો તમે આ રંગનું ટેડી ગિફ્ટ કરી શકો છો. જો તમારું ખાસ વ્યક્તિ તેને એક્સેપ્ટ કરે છે તો તેનો અર્થ છે કે તમને જવાબ મળી ગયો છે.
ઓરેન્જ ટેડી
જો તમે કોઇને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો અને તેનું ધ્યાન ખેંચવા માંગો છો, તો આ રંગનુ ટેડી ગિફ્ટ કરી શકો છો. ઓરેન્જ ટેડી ખુશી, પોઝિટીવિટી અને સારી લાગણીનું પ્રતિક દર્શાવે છે.
બ્લૂ ટેડી
બ્લૂ રંગના ટેડી તે દર્શાવે છેકે તમારો પ્રેમ સામેવાળા વ્યક્તિ માટે કેટલો ઉંડો અને ખાસ છે.
ગ્રીન ટેડી
ગ્રીન ટેડી ઇમોશનલ કનેક્શન અને કમિટમેન્ટનું પ્રતિક છે. જો તમે કોઇને લીલા રંગનું ટેડી આપો છો તો તેનો અર્થ છે કે તમે તેની રાહ જોશો.
આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનલ મુંબઈની આ કોલેજમાંથી કર્યો છે અભ્યાસ, જાણો તેના જીવનની કેટલીક વાતો