ટ્રેન્ડિંગધર્મ

આજે સુર્યજયંતિઃ આ રીતે કરો સુર્યનારાયણને પ્રસન્ન

Text To Speech

મહા મહિનાના શુક્લ પક્ષની સાતમે એટલે કે આજે સુર્યજંયતિ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે સુર્ય જયંતિના દિવસે ભગવાન સુર્યની પુજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તેમની તમામ મનોકામના પુર્ણ થાય છે. સુર્ય જયંતિને સુર્ય સપ્તમી, રથ સપ્તમી, મહા સપ્તમી અને અચલા સપ્તમી પણ કહેવાય છે.

આજે સુર્યજયંતિઃ આ રીતે કરો સુર્યનારાયણને પ્રસન્ન

ભગવાન સુર્યદેવને સમર્પિત છે આ વ્રત

હિન્દુ ધર્મમાં આ તિથિ ભગવાન સુર્યદેવને સમર્પિત છે. આ દિવસ સુર્ય દેવના જન્મના રૂપમાં મનાવાય છે. એવી માન્યતા છે કે જે મહિલાઓ અચલા સપ્તમીનું વ્રત કરે છે તેનાથી સુર્યદેવ ખુબ જલ્દી પ્રસન્ન થાય છે. આ વ્રત કરવાથી મહિલાઓને મુક્તિ, સૌભાગ્ય અને સૌંદર્ય મળે છે. સુર્ય દેવનું આ વ્રત વિધિ પુર્વક અને નિયમો સાથે રાખવુ જોઇએ.

આજે સુર્યજયંતિઃ આ રીતે કરો સુર્યનારાયણને પ્રસન્ન hum dekhenge news

સુર્યજયંતિના વ્રતની વિધિ

  • આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો
  • આ દિવસે નદીમાં સ્નાન કરવાનું ખુબ મહત્ત્વ છે.
  • સ્નાન બાદ સુર્યનારાયણને અર્ધ્ય આપીને સુર્ય મંત્ર કે ગાયત્રી મંત્રનો જાપ કરો.
  • ત્યારબાદ સુર્યની અષ્ટદલી પ્રતિમા બનાવો અને તેનુ પુજન કરો. સુર્યદેવની તસવીર સામે પણ પુજા કરી શકાય છે.
  • પુજામાં લાલ ચંદન, લાલ પુષ્પ, અક્ષત, ધુપ અને ઘીનો દીવો કરો.
  • સુર્યદેવને લાલ રંગની મીઠાઇનો ભોગ લગાવો.
  • પુજા બાદ બ્રાહ્મણને દાન અવશ્ય આપો.

આ પણ વાંચોઃ આમાંથી કોઇ પણ સંકેત મળે તો સમજી લેજો કે આવી રહ્યા છે સારા દિવસો

Back to top button