આજે Propose Day: આ રીતે પ્રેમનો એકરાર કરી પાર્ટનેરને કરો ઇમ્પ્રેસ


વેલેન્ટાઇન ડેનો બીજો દિવસ હોય છે પ્રપોઝ ડે. આજનો દિવસ એકબીજાને પ્રેમ કરતા પરંતુ હજુ સુધી કબુલ ન કરી શકેલા લોકો માટે ખાસ છે. આજે તમારી ગમતી વ્યક્તિને પ્રપોઝ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. પાર્ટનરને એ રીતે પ્રપોઝ કરો કે તે તમારાથી ઇમ્પ્રેસ થઇ જાય અને તમને ના કહી જ ન શકે. કોઇના પ્રેમને તેની સામે કબુલવા માટે આજના દિવસ કરતા બેસ્ટ દિવસ બીજો કોઇ નથી.
પહેલા એ જાણો કેમ મનાવાય છે આજનો દિવસ
એવું કહેવાય છે કે 1477માં એક ઓસ્ટ્રેલિયન આર્કડ્યુક મેક્સિમિલિયને મેરી ઓફ બરગંડીને પ્રપોઝ કર્યુ હતુ. ત્યારબાદ આ ખાસ દિવસની શરૂઆત થઇ. આ સાથે એમ પણ કહેવામાં આવે છે કે 1816માં આ દિવસે પ્રિન્સેસ ચાર્લોટે પોતાના થનારા પતિને પ્રપોઝ કર્યુ હતુ, બસ ત્યારથી જ આ દિવસ મનાવવામાં આવે છે.
બીચ પર કરી શકો છો પ્રપોઝ
જો તમે ખુલ્લા મિજાજ વાળી વ્યક્તિ છો તો તમારા પાર્ટનેરને પ્રપોઝ ડેના દિવસે બીચ પર લઇ જાવ. ત્યાં બધી વસ્તુઓને સેટ કરીને સુરજ ડુબે તે સમયે ઘુંટણ પર બેસીને તમારા પાર્ટનરને પ્રપોઝ કરી શકો છો.
કેન્ડલ લાઇટ ડિનર પર લઇ જાવ
જો તમે તમારા પાર્ટનરને અત્યંત રોમેન્ટિક રીતે પ્રપોઝ કરવા ઇચ્છો છો તો તેને કેન્ડલ લાઇટ ડિનર પર લઇ જાવ અને તેને ત્યાં પ્રપોઝ કરો. તે લાઇફટાઇમ આ વાતને યાદ રાખશે અને તમારાથી ઇમ્પ્રેસ થશે તે અલગ
પરિવારને કરી શકો છો પ્રપોઝલમાં સામેલ
જો તમે કોઇ અલગ અંદાજમાં પ્રપોઝ કરવા ઇચ્છતા હો અને કોઇ વ્યક્તિને લગ્ન માટે પ્રપોઝ કરવા ઇચ્છતા હો તો તમારા પરિવારને સાથે રાખીને તેમની સામે પ્રપોઝલ રાખી શકો છો.