ટ્રેન્ડિંગધર્મ

આજે પરશુરામ જયંતિઃ જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી રોચક વાતો

Text To Speech
  • ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા.
  • ભગવાન પરશુરામ જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.
  • એવી માન્યતા છે કે ભગવાન પરશુરામ આજે પણ ધરતી પર હાજર છે.

હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જગતના પાલનહાર ગણાતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. માન્યતા છે કે ભગવાન પરશુરામ માનવ માત્રના કલ્યાણ માટે પૃથ્વી પર અવતરિત થયા હતા. આજના દિવસે તેમનો જન્મોત્સવ ધૂમધામ પુર્વક મનાવવામાં આવે છે. સુખ-સૌભાગ્યની કામના કરતા લોકો અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની ખાસ પૂજા કરે છે તેમની મોટી શોભા યાત્રા કાઢે છે.

આજે પરશુરામ જયંતિઃ જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી રોચક વાતો hum dekhenge news
પરશુરામ જયંતીનું ધાર્મિક મહત્વ

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પૃથ્વી પર પાપ અને અધર્મને દૂર કરવા માટે થયુ હતુ. ભગવાન પરશુરામે એવા અધર્મી રાજાનો વધ કર્યો, જેમણે પોતાના કર્તવ્યોનું પાલન ન કરી, ખોટા કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું.

ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાનું સંતાન છે. હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પ્રદોષ કાળમાં થયુ હતુ. તેઓ 8 ચિરંજીવી પુરુષોમાંથી એક છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામ આજે પણ ધરતી પર હાજર છે. પરશુરામ જયંતિ અને અક્ષય તૃતિયા પર કરેલા દાન-પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી. અક્ષય તૃતિયાના દિવસે જન્મ લેવાના કારણે જ ભગવાન પરશુરામની શક્તિ પણ અક્ષય હતી.

આજે પરશુરામ જયંતિઃ જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી રોચક વાતો hum dekhenge news

આઠ ચિરંજીવીમાં સામેલ છે ભગવાન પરશુરામ

માન્યતા એવી પણ છે કે અન્ય અવતારોની જેમ પરશુરામ આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે. આઠ ચિરંજીવીઓમાં ભગવાન પરશુરામ સહિત મહર્ષિ વેદવ્યાસ, અશ્વસ્થામાં, રાજા બલિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ઋષિ માર્કંડેય છે જેઓ આજે પણ આ કળયુગમાં વિચરણ કરી રહ્યા છે. પરશુરામ જયંતી પર જે પણ ભક્ત સાચ્ચી શ્રદ્ધાથી ભગવાન પરશુરામને યાદ કરે છે. તેમની આરાધના કરે છે તેના પર તેમના આશીર્વાદ વરસી શકે છે અને તેમના જીવન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થાય છે.

આ પણ વાંચોઃ અખાત્રીજ પર વાહન ખરીદી રહ્યા હો તો જાણી લો તમારી રાશિનો લકી કલર

Back to top button