આજે મહાવીર જયંતી: જાણો ભગવાન મહાવીર કોણ હતા
- મહાવીર જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે
- મહાવીરને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્ત થયું
અમદાવાદ, 21 એપ્રિલ: મહાવીર જયંતી 2024માં 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે જૈન ધર્મના 24મા તીર્થાંકર ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસની તિથિના રોજ થયો હતો. દર વર્ષે આ તિથિના દિવસ મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીરને વર્ધમાન, વીર, અતિવીર અને સનમતિ પણ કહેવામાં આવે છે. તેમણે સમગ્ર સમાજને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો. આ દિવસે જૈન સમાજ જૈન મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરે છે, જ્યારે આ દિવસે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા. તેમના પિતા રાજા સિદ્ધાર્થ હતા અને માતા રાણી ત્રિશલા હતા અને તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું.
12 વર્ષની કઠોર તપસ્યા બાદ જ્ઞાન મળ્યું
ભગવાન મહાવીરે 30 વર્ષની વયે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો હતો. આત્મ કલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે નિવૃત્ત થયા. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન મહાવીરને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે પાવાપુરીમાં 72 વર્ષની વયે મોક્ષ મેળવ્યો હતો.
ભગવાન મહાવીરના સિદ્ધાંતો
જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય, બ્રહ્મચર્યના પંચશીલ સિદ્ધાંતો વિશે જણાવ્યું હતું. આ પાંચ સિદ્ધાંતો કોઈપણ મનુષ્યને સુખી જીવન તરફ લઈ જાય છે.
આ પણ વાંચો: પાકિસ્તાની સેનાપતિઓ પણ આ મંદિરમાં માથું નમાવે છે, જાણો તેનું મહત્ત્વ