ધર્મવિશેષ

આજે મહર્ષિ વાલ્મીકિ જયંતિ :  જાણો મહર્ષિ વાલ્મીકિ ડાકુમાંથી કેવી રીતે બન્યાં રામાયણનાં રચિયતા

Text To Speech

દર વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ મહાકાવ્ય રામાયણ  મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચવામાં આવ્યું હતું. વાલ્મીકિ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ રામાયણને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. સંસ્કૃત ભાષાના પ્રથમ મહાકાવ્યની રચનાને કારણે મહર્ષિ વાલ્મીકિને આદિ કવિ પણ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ પર, દેશભરમાં ઘણી જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને મંદિરોમાં વાલ્મીકિની પૂજા કરવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિજીનું નામ અને તેમના મહર્ષિ બનવા પાછળની વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે.

આ વર્ષે પૂર્ણિમા તિથિ 09 ઓક્ટોબરના રોજ સવારે 3:40 વાગ્યે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 10 ઓક્ટોબરે બપોરે 2:24 વાગ્યે સમાપ્ત થશે.

આ પણ વાંચો : શું છે શરદપૂર્ણિમાં સાથે જોડાયેલા ગોપી-ગીતનું મહત્વ ?

ડાકુમાંથી કેવી રીતે બન્યા મહર્ષિ વાલ્મીકિ?

મહર્ષિ વાલ્મીકિના જન્મ વિશે કોઈ નક્કર પુરાવા નથી. કેટલીક માન્યતાઓ અનુસાર, તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને અદિતિના નવમા પુત્ર વરુણ અને તેમની પત્ની ચર્ષનીને ત્યાં થયો હતો. એવું કહેવાય છે કે જન્મ પછી તેમને બાળપણમાં જ ભીલ સમાજના લોકો ઉપાડી ગયા હતા, ત્યાર બાદ તેમનો ઉછેર ભીલ સમાજમાં થયો હતો અને તેમનું નામ રત્નાકર પડ્યું હતું. તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા લોકોને લૂંટતાં હતો.

Mahirshi Valmiki Jayanti - Hum Dekhenge News

આ ઘટના પછી રત્નાકર બન્યા મહર્ષિ વાલ્મીકિ

કહેવાય છે કે એકવાર રત્નાકર ડાકુએ નારદ મુનિને વનમાં જકડી લીધાં હતાં, ત્યારે નારદજીએ પૂછ્યું કે,‘આ ખોટા કાર્યોથી તમને શું મળશે? રત્નાકરે કહ્યું, હું આ પરિવાર માટે કરું છું. ત્યારે નારદજીએ તેમને કહ્યું હતું કે તમે જેમના માટે ખોટા રસ્તે ચાલી રહ્યા છો, તેમને પૂછો કે શું તે તમારા આ પાપ કર્મોનું ફળ ભોગવશે.

નારદજીની વાત સાંભળીને રત્નાકરે પોતાના પરિવારને પૂછ્યું, પરંતુ પરિવારના બધા સભ્યોએ ના પાડી દીધી. આ ઘટનાથી રત્નાકર ખૂબ જ દુઃખી થયા અને ખોટા માર્ગનો ત્યાગ કરીને રામની ભક્તિમાં લીન થઈ ગયા. આ પછી જ તેમને મહાકાવ્ય રામાયણ રચવાની પ્રેરણા મળી હતી.

કેવી રીતે પડ્યું વાલ્મીકિ નામ?

માન્યતા અનુસાર એકવાર વાલ્મીકિજી તપસ્યા કરી રહ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલી આ તપસ્યામાં તેઓ એટલાં તલ્લીન હતાં કે તેમના આખા શરીરને ઉધઈ લાગી ગઈ. પરંતુ તેમણે તપસ્યા ભંગ કર્યા વિના તેમની આધ્યાત્મિક સાધના ચાલુ રાખી. જ્યારે તેમણે તપસ્યા બાદ આંખો ખોલી ત્યારપછી ઉધઈ દૂર કરી હતી. એવું કહેવાય છે કે જ્યાં ઉધઈ પોતાનું ઘર બનાવે છે તેને વાલ્મીકિ કહેવામાં આવે છે, તેથી તેઓ વાલ્મીકિ તરીકે ઓળખાયા.

Back to top button