ટ્રેન્ડિંગધર્મ
આજે માઘ પુર્ણિમાઃ આ કામ કરવાનુ ન ભુલતા
માઘ પુર્ણિમા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. તમે જો નદીમાં સ્નાન કરવા ન જઇ શકતા હો તો પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:07 થી શરૂ થઈને દિવસના 12:13 સુધી રહેશે. આ સાથે જ આ દિવસે પુષ્ય અને આશ્લેષ નક્ષત્રની પણ રચના થઈ રહી છે, જે માઘ પૂર્ણિમા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આજે કરો આ ઉપાય
- માઘ પુર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજાનું ખાસ મહત્ત્વ હોય છે. પુર્ણિમા પર તેમની પુજાથી ભક્તો પર તેમની કૃપા વરસે છે અને જીવનના દુઃખ દુર થાય છે.
- આજે ઘરના મંદિરમાં ઘીનો અખંડ દીવો કરો. આમ કરવુ ખુબ શુભ માનવામાં આવે છે.
- મહા પુર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનું આગમન હોય છે, તેથી આ દિવસે પીપળના વૃક્ષને જળ ચઢાવો અને ઘીનો દીવો કરો. આમ કરવાતી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે.
- માઘ પૂર્ણિમાની રાત્રે અષ્ટલક્ષ્મીની પૂજા કરો. મા લક્ષ્મીને અષ્ટગંધ, 11 કમળના ફૂલ ચઢાવો. ભોગ તરીકે ખીર પણ ચઢાવો. આ પછી કનકધારા સ્ત્રોત અથવા શ્રીસૂક્તનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર ધન આપે છે.
- પુજા કર્યા બાદ આ દિવસે ગરીબોને દાન પુણ્ય કરવાનું ખુબ શુભ મનાયુ છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તલ, કંબલ, ઘી, ફળ વગેરે વસ્તુઓનુ દાન કરી શકો છો.