આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

આજે આંતરરાષ્ટ્રીય ‘ચા’ દિવસ, જાણો શા માટે કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી, અને શું છે તેનો ઇતિહાસ!

  • દર વર્ષે 21 મેના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ચા દિવસ
    ચાના મહત્વ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે આ દિવસ
    ચા પીવાથી શરીરને થાય છે અનેક ફાયદા

નવી દિલ્હી,21 મે: દર વર્ષે 21મી મેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં ચાના ઉત્પાદન, વપરાશ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃતિ વધારવાનો છે. અગાઉ ચા દિવસ 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. ચાલો જાણીએ આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ.

ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું

મોટાભાગના લોકોનો દિવસ ચાથી શરૂ થાય છે. પાણી પછી ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. ચાના સન્માનમાં આખો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. દર વર્ષે 21મી મેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાની ખેતી ઘણા દેશોમાં આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચા પીવાના ફાયદાઓ વિશે જણાવવાનો અને ચાના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આસામ ભારતનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ચાના બગીચાઓ વાવવામાં આવ્યા હતા. ચાલો આપણે જાણીએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઈતિહાસ, હેતુ અને મહત્ત્વ વિશે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005થી ઉજવવામાં આવે છે, પરંતુ અગાઉ તે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. 2015માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો હતો. જેને 21 ડિસેમ્બર 2019ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 21 મે 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ચાનો વપરાશ વધારવાનો અને લોકોને સ્વાસ્થ્યના લાભો વિશે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ચાના વેપાર સાથે સંકળાયેલા લોકોને પણ ચાના પાનને ચૂંટવા, સુકવવા અને પેક કરવા. આ બધી સ્થિતિથી પણ વાકેફ કરાવવાના છે.

ચા ના ફાયદા

મર્યાદિત માત્રામાં ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ચા પીવાથી શરીર અને મનને તો તાજગી રહે છે પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ ચા ફાયદાકારક છે. શરદી અને ઉધરસમાં રાહત આપવા ઉપરાંત, ચા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં પણ અસરકારક છે.

આ પણ વાંચો:  રાજીવ ગાંધીના જીવનનો ૩૩ વર્ષ પહેલાંનો એ દિવસ: જાણો હત્યા અને ઇતિહાસ

Back to top button