ટ્રેન્ડિંગધર્મ
આજે અપરા એકાદશીઃ જાણો મુહુર્તનો સમય


- વૈશાખ વદ એકાદશી અપરા કે અચલા એકાદશી કહેવાય છે
- આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો
- આજના દિવસે તામસિક આહારનો ત્યાગ કરો
વૈશાખ વદની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આમ તો દરેક એકાદશી વિશેષ પ્રભાવ ઉત્પન્ન કરે છે. આજની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવાય છે. આજના દિવસે એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ વ્રત વ્યક્તિના સંસ્કારોને શુદ્ધ કરે છે.
એકાદશીના મુહુર્ત
પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી 15 મેના રોજ રાતે 2.46 મિનિટથી લઇને આગામી દિવસે 16 મે રાતે 1.03 સુધી હશે. ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત 15મેના રોજ રાખવામાં આવશે.
કરજો આ ઉપાય
ભગવાન વિષ્ણુને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવો. ભગવાનને ફળ, ફુલ, કેસર, ચંદન અને પીળા ફુલ ચઢાવો અને ત્યારબાદ ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ત્યારબાદ ભગવાનને તમારી મનોકામના કહો
આ ન કરો
- તામસિક આહારથી દુર રહો, ખરાબ વિચાર ન કરો
- ભગવાન વિષ્ણુની ઉપાસના વગર દિવસ શરૂ ન કરો
- એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરો.
- મનને ઇશ્વર ભક્તિમાં લગાવો
- એકાદશીના દિવસે વાળ કે નખ કાપવાથી બચો
આ પણ વાંચોઃ શું ચા પછી પાણી પીવું એ રોગોને આમંત્રણ આપવા જેવુ છે?