ટોપ ન્યૂઝનેશનલ

અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે સતત ત્રીજા દિવસે ઉગ્ર પ્રદર્શનો, દેખાવો બાદ સરકારે અગ્નિપથ સ્કીમમાં કર્યું કેટલાંક ફેરફારો

Text To Speech

દેશના ઘણા ભાગોમાં અગ્નિપથ યોજનાના આજે સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છેે. પ્રદર્શનકારીઓ દ્વારા આગચંપી, ચક્કાજામ, તોડફોડ, રેલવે ટ્રેક પર ધરણાં સહિતના કાર્યક્રમો આપી રહ્યાં છે. ખાસ કરીને પલવલ, ગુરુગ્રામ, છપરા, કૈમૂર, ફરીયાબાદ, હરીયાણા, ગોપાલગંજ, સમસ્તીપુર,બિહાર આગરા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ જેવી અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા રસ્તાઓ પર અને ટ્રેનોમાં આગ લગાવી ને વિરોધ પ્રદશર્ન કરવામાં આવ્યા. દેશના ઘણા ભાગોમાં અગ્નિપથ યોજનાના ઉગ્ર વિરોધ બાદ સરકારે તેમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેથી રક્ષા મંત્રાલયે મોડી સાંજે અગ્નિપથ યોજનામાં આ ફેરફારોની જાહેરાત કરી છે.

અગ્નિવીર યોજનામાં ફેરફાર
દેશભરમાં હિંસક વિરોધને જોતા સરકારે આ વર્ષની અગ્નિપથ ભરતી યોજનામાં મોટો સુધારો કર્યો છે. આ વર્ષે અગ્નિવીર યોજના માટે યુવાનોની મહત્તમ ઉંમર વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. સૈન્યની આ નવી ભરતી યોજનાને લઈને સરકારે મંગળવારે કરેલી જાહેરાતમાં મહત્તમ વય 21 વર્ષની હતી.ગુરુવારે મોડી સાંજે સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પડાયું જેમાં સરકારની અગ્નિપથ યોજનામાં કરવામાં આવેલા ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી શક્ય નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને, સરકારે નિર્ણય લીધો છે કે 2022 માટે પ્રસ્તાવીત ભરતી-ચક્રમાં આ વર્ષે છૂટછાટ આપવામાં આવશે. આ છૂટછાટ હેઠળ 2022ની અગ્નિપથ યોજના માટે ભરતી પ્રક્રિયા માટેની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.

બે વર્ષથી આર્મીમાં ભરતી થઈ નથી
વાસ્તવમાં છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતી પર પ્રતિબંધ હતો. પહેલા કોરોનાના કારણે સેનાની ભરતી રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને પછી દેશમાં અગ્નિપથ યોજના લાગુ થવાને કારણે સેનાના ત્રણ ભાગો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીમાં કોઈ ભરતી થઈ શકી નથી. જેના કારણે છેલ્લા બે વર્ષથી સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોમાં નિરાશા જોવા મળી હતી.ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઘણી જગ્યાએ આગચંપીનાં બનાવો પણ નોંધાયા હતા. યુવાનોના ઉગ્ર પ્રદર્શનને જોતા સરકારે આ વર્ષ માટે અગ્નિપથ યોજનામાં વય મર્યાદા 17.5 વર્ષથી ઘટાડીને 23 વર્ષ કરી છે. આગામી વર્ષ એટલે કે 2023થી તે ફરી ઘટાડીને 17.5 થી 21 વર્ષ સુધી કરવામાં આવશે.

અગ્નિપથ યોજના મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે.
અગ્નિપથ યોજના મોદી સરકારના સંરક્ષણ સુધારાની દિશામાં એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં હવે સશસ્ત્ર દળોમાં તમામ ભરતી તેના હેઠળ કરવામાં આવશે. સેનામાં 4 વર્ષ માટે ભરતી થનાર સૈનિકોને અગ્નિવીર નામ આપવામાં આવશે.ચાર વર્ષ બાદ તમામ અગ્નિવીરોની સેવાઓની સમીક્ષા કરવામાં આવશે અને માત્ર 25 ટકા જ સેનામાં તેમની નોકરી ચાલુ રાખી શકશે. બાકીના 75 ટકા અગ્નિવીરોને નિવૃત્તિ આપવામાં આવશે. નિવૃત્તિ બાદ આ અગ્નિવીરોને પેન્શનના બદલે એકસાથે રકમ આપવામાં આવશે. યુવાનોની સાથે વિપક્ષી પાર્ટીઓ પણ અગ્નિપથ યોજનાને લઈને સરકાર પર નિશાન સાધી રહી છે.

Back to top button