આજે પ્રથમ વખત ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ સાથે થશે જાહેર
- પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે
- ગત વર્ષની સરખામણીએ સામાન્ય પ્રવાહનું 23 દિવસ વહેલા પરિણામ આવ્યું
- શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને તેમની શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે
આજે ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પરિણામ જાહેર થશે. તેમાં શુક્રવારે માર્કશીટ અપાશે. જેમાં બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. તથા www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. 7.55 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં તમામ વિદ્યાર્થીઓનું આજે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે.
પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે
મહત્વનું છે કે જાહેર થઈ રહેલા બોર્ડની પરીક્ષાઓના પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે. મળતી માહિતી પ્રમાણે www.gseb.org પાર્ટી વિદ્યાર્થીઓ પરિણામો જોઈ શકશે. વધુમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવશે. તો, એક દિવસ પછી એટલે કે શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને તેમની શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 131987 વિદ્યાર્થીઓ નોધાયા હતા
ગત વર્ષની સરખામણીએ સામાન્ય પ્રવાહનું 23 દિવસ વહેલા પરિણામ આવ્યું છે. તેમજ પ્રથમ વખત 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 131987 વિદ્યાર્થીઓ નોધાયા હતા. તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 489279 વિદ્યાર્થીઓ નોધાયા હતા. આજે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે. તો મહત્વનું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.