ભાજપ હટાવો, દેશ બચાવોઃ મિશન 2024 માટે યોજાઈ વિરોધપક્ષોની રેલી
પટણાઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી પાર્ટીઓ તરફથી મિશન 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ભાજપ હટાવો, દેશ બચાવો રેલી આજે પટનાની મિલર હાઈસ્કૂલમાં યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈન્ડી ગઠબંધન ડાબેરીઓની આ રેલી દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
VIDEO | Bihar CM Nitish Kumar and CPI leader D Raja participate in CPI’s ‘BJP Hatao, Desh Bachao’ rally in Patna. pic.twitter.com/SeG0oZsBGJ
— Press Trust of India (@PTI_News) November 2, 2023
બિહારના સીએમ નીતિશકુમાર અને સીપીઆઈ નેતા ડી રાજાએ રેલીમાં ભાગ લીધો હતો. સીએમ નીતિશ કુમારે રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, હાલમાં કેન્દ્રમાં જે સરકાર છે તેને આઝાદી સાથે કોઈ લેવા દેવા નથી. કેટલાક લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભુલાવવા માંગે છે. દરેક વસ્તુને ખતમ કરી દેવા માંગે છે. એટલે અમે બધા જ રાજકીય પક્ષો સાથે વાતચીત કરી અને એક થવા કહ્યું. અને દેશના ઈતિહાસને બચાવવા માટે અમે એકઠા થઈને ઈન્ડી ગઠબંધન – ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધન જેઓ દેશના બંધારણને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને રોકવા માટે છે.
VIDEO | “We (opposition parties) have gathered together and formed the INDIA alliance – Indian National Developmental Inclusive Alliance – to stop those who are trying to change the Constitution of the country,” says Bihar CM @NitishKumar at CPI’s ‘BJP Hatao, Desh Bachao’ rally… pic.twitter.com/1Dpq54FgF1
— Press Trust of India (@PTI_News) November 2, 2023
આજે સવારથી જ કામદારોની ભીડ મિલર સ્કૂલના મેદાન તરફ જતી રહી હતી. પહેલા આ રેલી ગાંધી મેદાનમાં યોજાવાની હતી પરંતુ 2 નવેમ્બરે જ સીએમ નીતિશ કુમાર ગાંધી મેદાનમાં શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ કારણોસર સીપીઆઈની રેલીનું સ્થળ બદલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો, મરાઠા અનામત આંદોલનમાં 12 કરોડની સાર્વજનિક સંપત્તિને નુકસાન, 168ની ધરપકડ