આજે ડો.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર ઊજવાશે ‘World Students’ Day’ : જાણો ડો.કલામ વિશેની રસપ્રદ વાતો
દર વર્ષે 15 ઓક્ટોબરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પર ‘World Students Day’ એટલે કે વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. જે આપણા સમાજમાં શિક્ષણના વિકાસમાં ડો.કલામના નિઃસ્વાર્થ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે આપણાં માટે આ દિવસનો સંક્ષિપ્ત ઈતિહાસ, મહત્વ અને એપીજે અબ્દુલ કલામની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : આજે World Sight Day : “Love your eyes”ની થીમ સાથે ઉજવાશે વિશ્વ દૃષ્ટિ દિવસ
વિશ્વ વિદ્યાર્થી દિવસનો ઇતિહાસ
આપણાં રાષ્ટ્રપતિ તરીકે જાણીતા, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એક સમર્પિત શિક્ષક હતા, એટલા માટે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો કર્યાના બીજા દિવસે તરત જ શિક્ષણમાં પાછા ફર્યા. તેમણે સામાન્ય માણસો, ખાસ કરીને યુવાનોના મનને ખૂબ જ પ્રજ્વલિત કર્યા હતાં. વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરે આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. ઉપરાંત તે આપણા સમાજમાં શિક્ષણના વિકાસમાં અબ્દુલ કલામના નિઃસ્વાર્થ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ઉજવવામાં આવે છે.
ડો. અબ્દુલ કલામ તેમની વૈજ્ઞાનિક અને રાજકીય કારકિર્દી દરમિયાન પણ પોતાને એક શિક્ષક માનતા હતા અને વિદ્યાર્થીઓને ભણાવવામાં હંમેશા આનંદ વ્યક્ત કરતા હતા. તેઓ શિક્ષણમાં એટલાં સામેલ હતાં કે તેમણે IIM શિલોંગમાં પ્રવચન આપતી વખતે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને વર્ષ 2015માં કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
શિક્ષણ પ્રત્યેનું તેમનું સમર્પણ અને તેમના પ્રેરક અવતરણોએ ઘણાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને યુએનએ 2010માં 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો.
કલામ- એક પ્રતિભાશાળી વ્યક્તિ
ડો. એપીજે અબ્દુલ કલામનો જન્મ તત્કાલિન બ્રિટિશ ભારતમાં રામેશ્વરમની મદ્રાસ પ્રેસિડેન્સીમાં થયો હતો, તેઓ એક એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા, તેમની જન્મજયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ ઈ.સ. 1954 માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં હતા અને ઈ.સ. 1955 માં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે મદ્રાસ ગયા, ત્યારબાદ તેમણે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો)માં વૈજ્ઞાનિક તરીકે તેમનું જીવન વિતાવ્યું હતું.
એક વસ્તુ કે જેના વિશે તેઓ ખૂબ જ ઉત્સાહી હતા, તે શિક્ષણ હતું. તેઓ ઇચ્છતા હતા કે પોતાને એક શિક્ષક તરીકે યાદ કરવામાં આવે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે એક ખાસ બોન્ડ ધરાવતાં હતાં. જેને લીધે તેમના 79મા જન્મદિવસે 15 ઓક્ટોબરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને આ વર્ષે 10મો વિશ્વ વિદ્યાર્થી દિવસ છે.
ડો.કલામ એક પરફેક્ટ વિઝન ધરાવતા માણસ હતા. તેમણે હંમેશા શ્રેષ્ઠ માટે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ એક ગરીબ મુસ્લિમ પરિવારમાંથી આવતા હતાં તેમ છતાં પણ તેમણે જીવનની તમામ અડચણોને પાર કરી અને આપણા રાષ્ટ્રના સફળ રાષ્ટ્રપતિ બન્યા હતાં.
તેમણે વિંગ્સ ઓફ ફાયરઃ એન ઓટોબાયોગ્રાફી (1999), ઇગ્નાઈટેડ માઈન્ડ્સ: અનલીડિંગ ધ પાવર ઈન ઈન્ડિયા (2002), અને ઈન્ડિયા 2020: એ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ જેવી પુસ્તકોના લખાણો થકી ઘણા લોકોને પ્રેરણા આપી છે. ડો. કલામે ભારતીય સૈન્ય મિસાઈલ કાર્યક્રમોના વિકાસ તરફ કામ પણ કર્યું હતું અને આ રીતે તેઓ ‘ભારતના મિસાઈલ મેન’ તરીકે જાણીતા થયા હતાં. આ ઉપરાંત તેઓ વર્ષ 1998 માં ભારતના “પોખરણ II” પરમાણુ પરીક્ષણોમાં પણ સામેલ થયાં હતાં.
તેમણે વર્ષ 2002 માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચાર્જ સંભાળ્યો અને લોકોના પ્રિય રાષ્ટ્રપતિ બન્યા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી પણ નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેઓએ ‘પદ્મ ભૂષણ’, ‘પદ્મ વિભૂષણ’ જેવા અન્ય પુરસ્કારો જેવાં કુલ 22 પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. એક વિદ્યાર્થી તરીકે પણ, કલામ એક સરેરાશ વિદ્યાર્થી હતા, જેમનો પ્રિય વિષય ગણિત હતો. જેમાં તેઓને સરેરાશ ગુણ મેળતા હતા પરંતુ તેઓ હંમેશા શીખવા માટે તૈયાર હતાં. તેઓ એક એવા માણસ હતા જેમની પાસે સારા ભવિષ્ય માટેનું વિઝન હતું.
એક વૈજ્ઞાનિક તરીકે ડો.કલામનું જીવન
એક વૈજ્ઞાનિક તરીકે, ડો.કલામે એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ હેઠળ DRDO સહિત અનેક સંસ્થાઓમાં કામ કર્યું હતું, જ્યાં તેઓ ડીઆરડીએસ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ)નો ભાગ બન્યા. જુલાઈ 1980 માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યો ત્યારે ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SLV-III માટે તેઓએ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું, તેમણે ISROમાં પણ એક સફળ વૈજ્ઞાનિક તરીકે સેવા આપી હતી.
ડો.કલામે INCOSPAR સમિતિના ભાગર