આજે ડો. આંબેડકરની 132મી જન્મ જયંતિ, ડો. આંબેડકરના બીજા લગ્નનો કેમ થયો હતો વિરોધ ?
આજે ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતી, વાંચો આંબેડકર અને તેમની બ્રાહ્મણ પત્ની ડો. સવિતા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે આ લેખમાં…
15 એપ્રિલ 1948ના રોજ ડો. આંબેડકરના બીજા લગ્ન બ્રાહ્મણ યુવતી ડો. શારદા કબીર સાથે થયા હતા. 27 જાન્યુઆરી 1909ના રોજ જન્મેલા શારદા કબીર લગ્ન પછી સવિતા આંબેડકર બન્યા હતા. ડો. શારદાનો જન્મ મધ્યમવર્ગીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રાર હતા. શારદાએ 1937માં મુંબઈથી MBBSની ડિગ્રી મેળવી હતી. તે સમયે એક છોકરી માટે ડૉક્ટર બનવું એ આશ્ચર્યજનક વાત હતી. ડૉ. સવિતા પોતાની આત્મકથામાં લખે છે કે મારો પરિવાર શિક્ષિત અને આધુનિક હતો. તેમના 8માંથી 6 ભાઈ-બહેનોએ તેમની જ્ઞાતિની બહાર લગ્ન કર્યા હતા, પરંતુ તેમના માતા-પિતાએ આનો વિરોધ કર્યો ન હતો. નાદુરસ્ત તબિયતને કારણે બાબાસાહેબ અને ડૉ.સવિતાની મુલાકાત થઈ હતી.
ડો. આંબેડકરના બીજા લગ્નનો કેમ થયો વિરોધ ?
ડો. ભીમરાવ આંબેડકરે જ્યારે બીજા લગ્ન કર્યા તો એક બ્રાહ્મણ મહિલા સાથેના લગ્નને લઈને તેમના સમર્થકો ખૂબ જ નારાજ થઈ ગયા હતા. વિવાદ પણ થયો હતો. તેમના દીકરા અને પરિવારના નજીકના સભ્યોએ પણ આ લગ્નથી ખુશ નહોતા. વર્ષ 1947ની આસપાસ બાબાસાહેબ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી ખૂબ પરેશાન હતા. પગમાં તકલીફ વધવા લાગી હતી. સમસ્યા એ હદે વધી ગઈ કે તેમને ગંભીરતાથી સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી. મુંબઈની ડોક્ટર સવિતાએ સારવાર શરૂ કરી. તેઓ પુણેના મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા. આવા બ્રાહ્મણ પરિવારથી, જેમને ચિતપાવન બ્રાહ્મણ કહેવામાં આવતા હતા, એટલે સૌથી ઊચ્ચ બ્રાહ્મણ.સવિતા અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. પુણેથી શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેઓએ મુંબઈથી એમબીબીએસ કર્યું. સારવાર દરમિયાન તેઓ આંબેડકરની નજીક આવી ગયા. જોકે, બંનેની ઉંમરમાં અંતર હતું. જ્યારે લગ્ન થયા તો બ્રાહ્મણ ઉપરાંત દલિતોના મોટા વર્ગમાં ગુસ્સો હતો. આંબેડકરના દીકરા અને નજીકના સંબંધીઓ પણ આ લગ્નથી ખુશ નહોતા. સંબંધોમાં ખટાશ આજીવન રહ્યો. ડો. સવિતા આંબેડકરની આત્મકથા ‘‘ડો. આંબેડકરચ્યા સહવાસત’માં આ તમામ બાબતોનો ઉલ્લેખ છે.
કેવી રીતે મળ્યા બંન્ને ?
ડૉ. સવિતા આંબેડકર વ્યવસાયે ડૉક્ટર હતાં અને બાબાસાહેબ તેમની સારવાર દરમિયાન તેમને મળ્યા હતા. MBBS પછી તેમણે ગુજરાતની એક હોસ્પિટલમાં ફર્સ્ટ ક્લાસ મેડિકલ ઓફિસર તરીકે કામ કર્યું. અહીં તબિયત બગડવાને કારણે તેઓ મુંબઈ પરત આવી ગયાં. તેઓ આગળ એમડી પણ કરવા માગતા હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે તેઓ કરી શક્યા નહીં. આ પછી તેમણે ડો. માધવરાવ માલવણકરને ત્યાં જુનિયર ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
બાબાસાહેબ સાથે બ્રાહ્મણ પત્ની સવિતાએ પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો
બાબાસાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના રોજ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમનાં પત્ની સવિતા આંબેડકર અને 5,00,000 અનુયાયીઓએ પણ તેમની સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. 1906માં ભીમરાવ આંબેડકરના પ્રથમ લગ્ન રમાબાઈ સાથે થયા હતા. રમાબાઈએ તેમને તેમના અભ્યાસમાં ઘણી મદદ કરી. બંનેને 5 બાળક હતાં, જેમાંથી માત્ર યશવંત આંબેડકર જ જીવિત રહ્યા હતા. લાંબી માંદગી બાદ 27 મે 1935ના રોજ રમાબાઈનું અવસાન થયું હતું.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ડીસામાં કરાયું પ્રતિજ્ઞા વાંચન