

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબીનેટની બેઠક મળનારી છે. જેમાં વરસાદને લગતા અનેક મુદ્દાઓ વિશે, લમ્પી વાયરસનો કહેર, પાક નુકસાન સર્વે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આજે CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
રાજ્યમાં હાલ મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે ત્યારે કેબીનેટ બેઠકમાં ખાસ કરીને વરસાદની હાલની સ્થિતિ વિશે વાત કરવામાં આવશે. જેમાં કેટલા જળાશયો ભરાયા છે. પાણીની આવક કેટલી થઇ રહી છે. વરસાદને લીધે રોડ રસ્તાની શું સ્થિતિ છે. નદી નાળાઓની શું સ્થિતિ છે. સાથે જ ભારે વરસાદને લીધે ખેતરમાં ઉભા પાકને કેટલું નુકસાન થયું છે તે સર્વે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ સહિત વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર કરાશે ચર્ચા
બીજી બાજુ સમગ્ર રાજ્યમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું ઉપાયો કરવા તે અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે.