આજે AAP બાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે આપ દ્વારા પાંચમી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ હજુ મનોમંથન કરી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 19, 20 અને 21 ઓકટોબરે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. જે પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 27 વર્ષમાં ભાજપ એક ડઝન સીટો જીતી શકી નથી, કોંગ્રેસ 4 ડઝન જેટલી સીટો પર નિષ્ફળ
કોંગ્રેસ ગુજરાતમાં 5 યાત્રાઓ યોજશે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળશે. જ્યારે દિવાળી પછી કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે. બેથી ત્રણ તબક્કામાં યાદી જાહેર થશે. સ્ક્રિનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક મળવાની છે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્હી જશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?
દિવાળી બાદ કોંગ્રેસ યાત્રાઓની શરૂઆત કરશે
બીજી બાજુ, મિશન 2022 માટે કોંગ્રેસ ગુજરાત ઘમરોળશે. યુવા પરિવર્તન યાત્રાની જેમ યાત્રાઓ યોજશે. કોંગ્રેસ ગુજરાતમાં 5 યાત્રાઓ યોજશે. તેની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થશે. અલગ અલગ ઝોનના સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે. યાત્રા દરમિયાન રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો યોજાશે. કેન્દ્રીય નેતાઓ પણ આ યાત્રાઓમાં જોડાશે. દિવાળી બાદ કોંગ્રેસ યાત્રાઓની શરૂઆત કરશે.