ધર્મ

આજથી શરૂ થાય છે ભાદરવો : પિતૃઓના મોક્ષ કાર્ય અને શ્રાદ્ધનો મહિનો

Text To Speech

હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની સમાપ્તિ પછી છઠ્ઠા મહિના તરીકે ભાદરવાનું નામ ભાદ્રપદ નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે. ભાદરવાનો આ મહિના ભગવાન શ્રીકૃષ્ણ અને ગણેશને સમર્પિત માનવામાં આવે છે, પરંતુ માસના ચાર પવિત્ર મહિનાઓમાં ભાદરવો બીજા ક્રમે આવે છે. આ મહિનામાં અનેક મુખ્ય વ્રતની ઉજવણી કરવાનું અનેરૂ મહત્વ છે. શ્રાદ્ધપક્ષ, પરિવર્તન એકાદશી, ઋષિપંચમી, ગણેશ ચતુર્થી, ત્રીજ સૌભાગ્યવતી સ્ત્રીઓને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શંકર અને પતિ રૂપે પામવા માટે કર્યું હતું. ભાદરવા મહિનાનું ધાર્મિક મહત્વ અનન્ય રહ્યું છે જપ, વ્રત અને સંયમના સદાચારના ફળની પ્રાપ્તિ માટે ભાદરવાની નિમિત્તે માનવામાં આવે છે. પિતૃઓના મોક્ષ કાર્ય અને શ્રાદ્ધ પણ ભાદરવામાં જ કરવામાં આવે છે. ભાદરવા મહિનાના ધાર્મિક મહત્વ વિશેષ રહ્યું છે.

હિંદુ ધર્મમાં પિતૃઓના મોક્ષાર્થે કરાય છે વિધિઓ ! જાણો શા માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે !

હિંદુ ધર્મમાં શ્રાદ્ધનું મહત્વ ઘણું વધારે છે. જેમાં ભાદરવા માસના છેલ્લા પખવાડિયા દરમિયાન શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. જયારે કાર્તિકેય અને ગણપતિ બંને દ્વારા શરત લગાડવામાં આવી હતી કે, કોણ સૌથી પહેલા બ્રહ્માંડની પ્રદક્ષિણા પૂરી કરી શકે?! જેમાં કાર્તિકેય તો પોતાના મોરની સવારીએ ચડીને સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણાએ નીકળી ગયા હતા, પરંતુ ગણપતિએ તેમના માતા પિતાને વચ્ચે બેસાડી ચાર વાર પ્રદક્ષિણા કરીને એ સાબિત કર્યું છે કે, માતા પિતામાં જ સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. ભારતીય સંસ્કૃતિમાં આજે પણ લોકો માતાપિતાનો અને પોતાના પૂર્વજોનો આદર કરે છે. ફક્ત જીવતેજીવ નહિ પરંતુ મૃત્યુ બાદ પણ તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તેના માટે તમામ પૂજા અર્ચના અને વિધિ કરે છે. તેમની તૃપ્તિ માટે જે કાર્ય કરવામાં આવે છે તેને ‘શ્રાદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. ૧૬ દિવસના આ સમયગાળા દરમિયાન લોકો પવિત્ર નદીના કાંઠે બ્રાહ્મણો અને પુજારીઓ મારફતે પિતૃકાર્ય કરાવે છે. જેથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય.

હિંદુ ધર્મમાં દીકરાઓનું મહત્વ

ભારતીય સમુદાયમાં લોકોની પહેલાથી જ દીકરા પ્રત્યે વધારે લાગણી હોય છે. આ લાગણી પાછળનું કારણ એ છે કે, તેમના મૃત્યુ બાદ તેમના દીકરા દ્વારા તેમની તમામ વિધિઓ બરાબર થાય અને તેમને શાંતિ મળે. ગરુડપુરાણમાં પણ શ્રાદ્ધ માટે લખવામાં આવ્યું છે કે, પિતૃઓ પાછળ શ્રાદ્ધકર્મ કરવાથી તેઓ આયુષ્ય, પુત્ર, યશ, મોક્ષ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, સુખ અને ધનધાન્ય અર્પે છે. આ દરમિયાન બ્રાહ્મણઓને ભોજન જમાડવામાં આવે છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણઓને ભોજન જમાડવાથી પિતૃઓની જઠરાગ્ની શાંત થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુના દેવ યમરાજાએ સ્વયં શ્રાદ્ધનું મહત્વ સમજાવ્યું છે.

શ્રાધ દરમિયાન કરવામાં આવતી મહત્વની બાબતો

1 શ્રાદ્ધના પખવાડિયા દરમિયાન ફક્ત શાકાહારી ભોજન ગ્રહણ કરાય છે. ગરીબ લોકોને પણ ભોજન આપવામાં આવે છે. ગાય, કુતરા, કાગડા, અને કીડી માટે પણ ભોજનનો અમુક હિસ્સો કાઢવામાં આવે છે.

2 શ્રાદ્ધની તમામ વિધિઓમાં પંચામૃતનો ઉપયોગ થાય છે જેમાં પાંચ વસ્તુનો ઉપયોગ થાય છે દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. મોટા ભાગે આ તમામ સામગ્રી ગાયની જ હોય છે. પરંતુ જે ગાયે તાજેતરમાં વાછરડાને જન્મ આપ્યો હોય તેના દૂધનો ઉપયોગ થતો નથી.

3 શ્રાદ્ધ વખતે ચાંદીના વાસણોમાં ભોજન ઉત્તમ ગણાય છે. શ્રાદ્ધ વિધિમાં ચાંદીના વાસણને શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ ચાંદી દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. આ ઉપરાંત કાંસા અને તાંબાના વાસણો પણ શુભ મનાય છે.

4 હવન દરમિયાન જવ અને તલ હોમવામાં આવે છે. જેમાં તલને અત્યંત શુભ મનાય છે. હિન્દુ માન્યતા અનુસાર, તલ દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ આપે છે, અને સારા નસીબ લાવે છે.

5 બ્રાહ્મણોને જમાડતી વખતે ખીર પહેલા જમાડાય છે. કારણકે ખીર દરેક હિન્દુ વિધિનો અનિવાર્ય ભાગ છે.

 

Back to top button