કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ; PMએ લખેલા ગરબા પર 1.21 લાખ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર રાજકોટમાં એક લાખ 21 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમીને વર્લ્ડ રેકોર્ડ રચાયો છે.

સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો

PM મોદી લેખિત ગરબાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર રાજકોટ શહેરમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહીને દિપાવ્યો છે. રાજકોટમાં પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર 1 લાખ 21 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ત્યારે સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર ત્રણ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે.

world record in Rajkot
world record in Rajkot

PM મોદીએ નવરાત્રિમાં શેર કર્યો હતો માડી ગરબો

PM મોદીએ નવરાત્રિના અવસરે તેમના દ્વારા લિખિત એક ગરબો ‘માડી’ શેર કર્યો હતો. રાજકોટવાસીઓ માટે નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 1 લાખ કરતાં વધુ લોકો ગરબા પમ્યા હતા. અગાઉ વડોદરામાં 60 હજાર લોકોએ એકસાથે ગરબા રમવાનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે વડોદરાનો આ રેકોર્ડ રાજકોટ દ્વારા તોડ્યો હતો. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બોલિવૂડ ગાયક પાર્થિવ ગોહિલ 1 લાખ જેટલા ખેલૈયાઓને માડી ગરબાના તાલે ઝૂમાવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા.

Garba

ધ્વની ભાનુશાળીએ આપ્યો છે સ્વર

ગરબો નામનું આ ગીત ધ્વની ભાનુશાળીએ ગાયું છે. ગીતને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગીતના રિલીઝ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ગીત ઘણી યાદો તાજી કરાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ થયો, જે હું શેર કરી રહ્યો છું. ગુજરાતના રાજકોટમાં એક સાથે એક લાખ લોકો ગરબા રમે છે ત્યારે વડોદરાનો અગાઉનો રેકોર્ડ તૂટી જશે. વડોદરામાં એકસાથે 60 હજાર લોકોએ નશાની લત સામે ગરબા રમ્યા હતા.

Back to top button