ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદનું જોર ઘટી ગયું છે. જો કે ફરી એક વાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. તારીખ 8 અને 9 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે આજ રોજથી વરસાદનું જોર વધશે
આગામી બે દિવસ વધશે મેઘરાજાનું જોર
7 ઓગસ્ટના રોજ એટલે કે આજે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી
અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા છે. 8 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.