આજે અમાસ-મંગળનો મહાસંયોગઃ આ રાશિના જાતકો શનિનો અશુભ પ્રભાવ દુર કરવા કરે ખાસ ઉપાય
હિંદુ ધર્મમાં અમાસનું ખુબ જ મહત્ત્વ હોય છે. આ વખતે અમાસ મંગળવારના રોજ આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે શનિનો અશુભ પ્રભાવ વધી જાય છે.
હાલમાં તુલા, વૃશ્વિક રાશિ પર શનિની ઢૈયા અને મકર, કુંભ, મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની સાડાસાતી અને ઢૈયાના કારણે વ્યક્તિએ અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે. હનુમાનજીની કૃપાથી શનિની સાઢાસાતી અને ઢૈયાથી મુક્તિ મળે છે. શનિનો અશુભ પ્રભાવ હનુમાનજીના ભક્તો પર પડતો નથી. શનિની સાડાસાતી અને ઢૈયા વાળા લોકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઇએ. હનુમાનજીની કૃપાથી વ્યક્તિને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
અમાસના દિવસે કરો આ કામ
હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામના પુર્ણ થાય છે. આ ઉપરાંત હનુમાનજીની કૃપા મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. સુંદરકાંડનો પાઠ કરવાથી તમામ સમસ્યાઓ તમારાથી દુર રહે છે.
હનુમાનજીને ભોગ ચઢાવો
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારી શ્રદ્ધા અનુસાર ભોગ લગાવો. ભગવાનના ભોગમાં સાત્વિકતા હોય તેનું ધ્યાન રાખો. ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ ચૈત્ર મહિનામાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનું સેવન કરવાના શું છે ફાયદા?