ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મજયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ

  • ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલની યાદમાં ઉજવાય છે રાષ્ટ્રીય એકતા દિવસ
  • સરદાર પટેલની જયંતી પર અમે તેમની દૂરંદેશી રાજનીતિ-અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ : PM
  • પ્રમુખ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહ પ્રધાને સરદાર પટેલની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  • કોંગ્રેસના અધ્યક્ષ ખડગે, સોનિયા અને રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી 

આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ રહેલી છે. આજે અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. આ દિવસને તેમની યાદમાં દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. તે ઉપરાંત આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને જવાહરલાલ નહેરુના સુપુત્રી ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ છે. ઇન્દિરા ગાંધીની વર્ષ 1984માં દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમનાજ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે જણાવ્યું કે,”સરદાર પટેલની જયંતી પર અમે તેમની દૂરંદેશી રાજનીતિ-અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ.”

 

લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે ભારતીય પ્રમુખ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હી એલજી વીકે સક્સેના અને કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે બીજી બાજુ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ )

સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો. બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવી 500થી વધારે રજવાડાના વિલિનીકરણ સાથે અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન છે. આથી તેમના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 2014માં ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પર જણાવ્યું કે, “સરદાર પટેલની જયંતી પર, અમે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ કે જેની સાથે તેમણે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અમને માર્ગદર્શન આપતી રહે છે. અમે તેમની સેવા માટે કાયમ ઋણી છીએ,”

 

આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ

ઑક્ટોબર 31 એટલે કે આજે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને જવાહરલાલ નહેરુના સુપુત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે જેમની આ દિવસે 1984માં તેમના જ બે અંગરક્ષકો દ્વારા ઓપરેશન બ્લુ સ્ટારના ભાગરૂપે ગોલ્ડન ટેમ્પલ ખાતે પાંચ મહિનાની લશ્કરી કાર્યવાહી પછી હત્યા કરવામાં આવી હતી. તેઓ ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા. તેણીએ જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી અને ફરીથી જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984માં તેમની હત્યા સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા ગાંધીને બેંકોના રાષ્ટ્રીયકરણ અને નાબૂદી માટે “ભારતની આયર્ન લેડી” તરીકેનો શ્રેય આપવામાં આવે છે.

આ પણ જાણો :સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મોદીની ફરી વરણી

Back to top button