ગુજરાત વિધાનસભામાં આજે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. આજે એક દિવસ માટે વિધાનસભા ગૃહમાં પસંદગી થયેલા નેતા નહીં પણ વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નેજા હેઠળ વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે અને તેમાં વિદ્યાર્થીઓ બિરાજમાન થશે
આ માટે વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં મુખ્યમંત્રીથી લઈ વિરોધપક્ષના નેતા અને વિધાનસભા અધ્યક્ષ સુધીના તમામ પદની બાળકોને સમજણ આપવામાં આવી છે અને તે અનુરૂપ જ તેઓ જગ્યા પર પણ બેસાડવામાં આવશે.
કેવી રીતે થઈ મુખ્યમંત્રીની પસંદગી ?
વિધાનસભામાં મુખ્યપ્રધાન તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલની પસંદગી થઈ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે.તો વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે.આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે.એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે.
વિધાનસભા અધ્યક્ષ નીમાબેનનો હેતુ શું ?
બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યેકહ્યું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી (CM) સહિત કોની કયાં વિસ્તારમાંથી પસંદગી
1) રોહન રાવલ – મુખ્યમંત્રી (અમદાવાદ)
2) મિશ્રી શાહ – વિધાનસભા અધ્યક્ષ (વડોદરા)
3) ગૌતમ દવે – વિપક્ષના નેતા (ગાંધીનગર)
4) હર્ષ સાંઘાણી – કૃષિ મંત્રી (અમદાવાદ)
5) મનન ચાવડા – શિક્ષણ મંત્રી (અમરેલી)
6) યશ પટેલ – રમત-ગમત મંત્રી (વડોદરા)
7) કશિષ કાપડી – વન અને પર્યાવરણ મંત્રી (અમદાવાદ)
8) મેઘાવી દવે – કુટિર ઉદ્યોગ મંત્રી (ગાંધીનગર)
9) હર્ષિલ રામાણી – આદિજાતિ વિકાસ મંત્રી (અમદાવાદ)
10) જય વ્યાસ – કાયદા મંત્રી (વડોદરા)
11) રાજન મારુ – ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી (રાજકોટ)
12) નીલય ડાઘલી – શ્રમ અને રોજગાર મંત્રી (સુરેન્દ્રનગર)
12) શ્રેયા પટેલ – મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (અમદાવાદ)
13) શ્રુષ્ટિ નિહલાની – પેટ્રોલિયમ મંત્રી (વડોદરા)
14) યશસ્વી દેસાઈ – મત્સ્ય ઉદ્યોગ મંત્રી (વડોદરા)
15) પ્રિન્સ – સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી (અમરેલી)
આ પણ વાંચો : 21 જુલાઈનો દિવસ ગુજરાત વિધાનસભા માટે હશે ખાસ, કંઈક નવું જોવા મળશે