ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પુરુષોત્તમ રૂપાળાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા

Text To Speech
  • પુરુષોત્તમ રૂપળાએ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી
  • અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક
  • રાજા રજવાડા પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ

પુરુષોત્તમ રૂપાળાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક કરશે તેજમ આજે રાજકોટ ભાજપ કાર્યલયમાં બેઠક યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ પડશે આકરી ગરમી, જાણો અમદાવાદમાં કેટલુ પહોંચશે તાપમાન 

અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક

અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક છે. ભાજપમાં એક તરફ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એક્ટિવ થયા છે અને તેમણે સૌથી પહેલા પુરુષોત્તમ રૂપળાનો વિવાદ શાંત પાડવા માટે એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હવે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એમડી ડ્રગ્સ, સ્થાનિક પોલીસ અજાણ!

રાજા રજવાડા પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ

રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપળા દ્વારા રાજા રજવાડા પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ ઊભો થયો છે. જેના મામલે પુરુષોત્તમ રૂપળા દ્વારા માફી માગવામાં આવી તેમ છતાં પણ વિવાદ શાંત થઈ રહ્યો નથી. આ વચ્ચે સી.આર.પાટીલે વિવાદ શાંત કરવા માટે સક્રિય બની રહ્યા છે. એક તરફ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેના સાથે જ અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજના 70 સંસ્થાઓની સાથે બેઠક કરશે અને તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.

પુરુષોત્તમ રૂપળાએ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી

તાજેતરમાં ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપળાએ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતા રૂપાળાએ માફી માંગતો વીડિયો પણ જાહેર કરવો પડ્યો હતો. જોકે રૂપાળાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજુર ન હોય તેમ મોટી સંખ્યામાં રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

Back to top button