ગુજરાતટોપ ન્યૂઝ

કોરોના સંભવિત સંક્રમણ સામે રક્ષણ, જુનાગઢ ઝૂમાં બે સિંહ-3 દિપડાને કોરોના રસીનો ડોઝ અપાયો

Text To Speech

કોરોનાના સંભવિત સંક્રમણ સામે રક્ષણ આપવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ ઝૂમાં બે સિંહ, ત્રણ દિપડાને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જો કે બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. આ સાથે તેમના પર તબીબી ટીમ દ્વારા સતત બે મહિના સુધી વોચ રાખવામાં આવશે.

એશિયાઈ સિંહોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણમાં વન્ય પ્રાણીઓમાં રોગચાળો ન ફેલાય તે માટે કોવિડ રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જુનાગઢના સકકરબાગ ઝૂમાં બે સિંહ તથા ત્રણ દિપડાને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રાજયના વન પર્યાવરણ વિભાગના રાજયમંત્રી જગદીશ પંચાલે કહ્યું કે કોરોના રસીનો ડોઝ અપાયા પછી પાંચેય વન્ય પ્રાણીને કોઈ વિપરીત અસર નથી. તબીબી ટીમ સતત મોનીટરીંગ કરી રહી છે. વેકસીન વિકસાવનારા આઈસીએઆરની ટીમ દ્વારા જ વેકસીન આપવામાં આવી હતી.

ચેન્નઈ ઝૂમાં કોરોનાથી બે સિંહના મોત થયાને પગલે કેન્દ્ર સરકારે પ્રાણીઓ માટે વેકસીન તૈયાર કરવાનુ બીડુ ઝડપ્યુ હતું. જૂનાગઢના સકકરબાગ સહિત છ ઝૂમાં પ્રાણીઓને વેકસીન આપવાનું નકકી કરાયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 28 દિવસ બાદ પ્રાણીઓને બીજો ડોઝ આપવામાં આવશે. સતત બે મહિના સુધી પ્રાણીઓનું એન્ટીબોડી લેવલ ચકાસવામાં આવશે. એક જ પ્રજાતિના 15થી વધુ પ્રાણી હોય તેવા ઝૂમાં જ રસીની ટ્રાયલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે જુનાગઢ, દિલ્હી, બેંગ્લોર, નાગપુર, ભોપાલ તથા જયપુર ઝૂની પસંદગી કરવામાં આવી હતી.

Back to top button