ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ હવે લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓમાં લાગી ગયું છે. થોડા સમય પહેલા કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ થઈ હતી જે સમગ્ર ભારતમા ફરીને લોકોને કોંગ્રેસમા જોડવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા હવે ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘હાથ સે હાથ જોડો’ યાત્રા, શરુ કરવા જઈ રહી છે.
હાથ સે હાથ જોડો યાત્રા ગુજરાતથી થશે શરૂ
કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા ફેબ્રુઆરીમાં ગુજરાતથી પ્રારંભ કરશે. અને આ યાત્રા બે મહિના સુધી ચાલશે. કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાની આગામી મહિનાથી શરુઆત થશે અને બે મહિનામાં આ અભિયાનમા દેશના દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લેવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કમરકસી લીધી છે. જે અંતર્ગત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બીજી એક યાત્રા શરુ કરીને લોકોને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.
26 जनवरी से शुरू होगा 'हाथ से हाथ जोड़ो' अभियान।
आज प्रेस वार्ता में 'हाथ से हाथ जोड़ो' अभियान का लोगो लांच किया गया।
आइए, जुड़िए 'हाथ से हाथ जोड़ो' अभियान से और #BharatJodoYatra के संदेश को जन-जन तक पहुंचाइए। pic.twitter.com/LvnmZHLKUg
— Gujarat Congress (@INCGujarat) January 21, 2023
હાથ સે હાથ જોડો યાત્રાનો લોગો કરાયો લોન્ચ
કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની કારમી હાર ભુલી લોકસભાની તૈયારીઓમાં લાગી ગયું છે. જે અંતર્ગત કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરુ થવા જઈ રહી છે. જેના માટેની તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. ગઈ કાલે કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રાનો લાગો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે દિલ્હી ખાતે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે હાથ સે હાથ જોડો અભિયાનનો લોગો લોન્ચ કર્યો હતો.
આ પણ વાંચો : G-20 India : આજથી ગાંધીનગરમાં ઈન્સેપ્શન બેઠક ત્રણ દિવસ સુધી યોજાશે, કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર