નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાના ઉમેદવારને જીતાડવાના છેઃ પાટીલ
- બનાસકાંઠામાં ડો.રેખાબેન ચૌઘરીને જંગી મતોથી જીતાડવા સી.આર. પાટીલે વિશાળ જાહેરસભાને સંબોધી
- મોદી સાહેબને 3જી વાર પીએમ બનાવવા માટે બનાસકાંઠાના ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાના છે- પાટીલ
- લોકસભા ચૂંટણીમા બે રાઉન્ડ પુર્ણ થયા છે,આ બે રાઉન્ડમા કોંગ્રેસ નિરાશ થઇ ગઇ છે,કોંગ્રેસ હાર ભાળી ગઇ છે- પાટીલ
બનાસકાંઠા, 27 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, લોકસભા ચૂંટણી અંતર્ગત આજ રોજ પેજ સમિતિના પ્રણેતા તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ દીયોદર ખાતે બનાસકાંઠાના ઉમેદવારશ્રી ડો.રેખાબેન ચૌઘરીને જંગી મતોથી જીતાડવા વિશાળ જાહેરસભાને સંબોધી હતી. આ કાર્યક્રમમા જિલ્લાના પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલાજીએ પ્રાંસગીક સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમા કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
ભાજપ સત્તાનો ઉપયોગ જનતાના કામ માટે કરે છે- પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બનાસકાંઠામાં સભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તાઓની વિશેષતા છે કે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની જવાબદારી મળે છે ત્યારે ચૂંટણી લડે છે પણ ભાજપ સત્તાના માધ્યમથી જનતાના કામ થાય તે માટે સત્તાનો ઉપયોગ કરે છે એટલે ભાજપનો કાર્યકર્તા અન્ય રાજકીય પાર્ટીથી અલગ તરી આવે છે. મોદી સાહેબે ભારતને વિકસીત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. હાલમાં લોકસભા ચૂંટણીના બે રાઉન્ડ પૂરા થયા છે, આ બે રાઉન્ડમાં જ કોંગ્રેસ નિરાશ થઇ ગઈ છે. કોંગ્રેસ હાર ભાળી ગઇ છે એટલે તેમના નેતાઓ અંદરો અંદર લડી રહ્યા છે.
પાટીલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે જનતાની સમસ્યાને દુર કરવા કોઈ પ્રયાસ કર્યા નહોતા. જ્યારે બીજી બાજૂ મોદી સાહેબે આજે ઘરે ઘરે પિવાનુ પાણી મળી રહે તે માટે પ્રયાસ કર્યા છે આથી આજે બનાસકાંઠામાં સફેદ ક્રાંતી જોવા મળે છે. બનાસડેરીના કારણે આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. આ વખતે આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેના માટે બનાસકાંઠાના ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાના છે. કોગ્રેસ પાસે કોઈ દિશા પણ નથી કે કોઇ નેતા પણ નથી. મોદી સાહેબે દરેક વર્ગને ધ્યાને રાખી યોજનાઓ જાહેર કરી છે. મહિલાઓને લોકસભા અને રાજયસભામા 33 ટકા અનામત મળે તે માટે સંસદમા કાયદો પસાર કર્યો છે. માટે મતદાન દિવસે મોટી સંખ્યામા મતદારો મતદાન કરે તેવી અપીલ છે.
ભાજપ ઉમેદવાર ડૉ રેખાબહેને પણ સભાને સંબોધિત કરી
ડૉ.રેખાબેન ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મને બનાસકાંઠાની જનતાની સેવા કરવાની તક આપી છે ત્યારે તેને સાર્થક કરવાનો સફળ પ્રયત્ન કરીશ. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશના મંદિરોનો જીર્ણોદ્ધાર થયા છે અને સૌથી મોટું કામ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પણ સફળતા પુર્વક પુરી થઈ છે. બનાસકાંઠામાં ગામે-ગામ પાણી પહોંચડવાની ચિંતા પણ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી છે. કેન્દ્ર સરકારની યોજનાનો લાભ આજે જન જન સુઘી પહોંચી રહ્યો છે. આજે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ પરિવારના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે. બનાસકાંઠા શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહે તે દીશામાં કાર્ય કરવાનું લક્ષ્ય છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે ચૂંટણીમા મતદાન કરવાનુ છે.
આ જાહેર સભામાં જીલ્લા પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ઉમેદવાર ડૉ.રેખાબેન ચૌધરી, પ્રેદશના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા, પ્રદેશના મંત્રી નૌકાબેન પ્રજાપતિ, લોકસભાના પ્રભારી રાજેશભાઇ ચાવડા, લોકસભાના સંયોજક રાણાભાઇ દેસાઇ, પ્રદેશના સહ પ્રવકતા પ્રેરકભાઇ શાહ સહિત જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી ગયા