જાણવા જેવું…. આ નેતાઓ પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે
ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એટલે કે 1 મે 1960 પછીથી 2022 સુધી વિધાનસભાની જેટલી ચૂંટણીઓ યોજાઇ છે તેમાં હંમેશા રાજકિય પક્ષોની હારજીતના ગણિત મંડાય છે. પણ, મુખ્યમંત્રી હોય કે વિરોધપક્ષના નેતાએ પણ જેને ‘માનનીય અધ્યક્ષશ્રી…’ કહીને વિધાનસભામાં સન્માન આપવું પડે છે તેવા વિધાનસભાના અધ્યક્ષ વિશે બહું ઓછી વાત થઇ છે. લોકસભા કે રાજ્યસભામાં સ્પીકરનું જે પદ છે એવું જ પદ વિધાનસભાના અધ્યક્ષનું પણ છે. પણ, વિધાનસભાના આવા અધ્યક્ષ વિશે વાત ઓછી કરવામા આવે છે.
ગુજરાતના અસ્તિત્વથી આજ સુધી 30 અધ્યક્ષો બન્યા
ગુજરાત રાજ્યનું અલગ અસ્તિત્વ થયું ત્યારથી આજ સુધીમાં ગુજરાત વિધાનસભાના 30 અધ્યક્ષો રહી ચુક્યા છે. આમાં રાજકોટના પુર્વ ધારાસભ્ય, રાજ્યના સફળ નાણાંમંત્રી અને કર્ણાટકના પુર્વ રાજ્યપાલ રહી ચુકેલા વજુભાઇ વાળા બેવાર વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે. તો કુંદનલાલ ધોળકિયા, અશોકભાઇ ભટ્ટ, શશિકાંતભાઇ લાખાણી જેવા નેતાઓ પણ આ પદ પર રહ્યા છે.
નિમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા
સપ્ટેમ્બર-2021થી ડો. નિમાબેન આચાર્ય અધ્યક્ષપદે છે. નિમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેઓ બીજીવાર અધ્યક્ષ બન્યા છે. મહારાષ્ટ્ર રાજ્યથી અલગ પડીને ગુજરાત રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એટલે કે, 1-મે 1960ના રોજ વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે કલ્યાણજીભાઇ વી. મહેતા રહ્યા હતા. આ પછી સમયાંતરે અધ્યક્ષો બદલાતા ગયા.
આજે કેટકેટલાયને તો અધ્યક્ષ શું તે નથી હોતી ખબર
ગુજરાતના એવા અનેક દિગ્ગજો છે જેઓ વિધાનસભાના અધ્યક્ષ રહીને રાજકારણના ઇતિહાસના પાનામાં માત્ર શબ્દોરૂપે કે નામરૂપે જ રહી ગયા છે. જેઓએ આઝાદી માટેની લડત જોઇ છે કે જેઓ ગુજરાત રાજ્યના અલગ અસ્તિત્વના સાક્ષી રહ્યા છે તેવા શતાયુના આરે પહોંચેલા અનેક નાગરિકોને અને ખાસ કરીને રાજકારણમાં જેઓ સક્રિય રહ્યા હશે તેઓને પણ કદાચ તમામ અધ્યક્ષોના નામ યાદ નહીં હોય…. વજુભાઇ વાળાની જેમ કુંદનલાલભાઇ ધોળકિયા, પ્રો. મંગળદાસ પટેલ, ડો. નિમાબેન આચાર્ય પણ બેવાર અધ્યક્ષ બન્યા છે. તો, મનુભાઇ પાલખીવાળા, કરસનદાસ સોનેરી, મનુભાઇ પરમાર, ચંદુભાઇ ડાભી, પરબતભાઇ પટેલ કાર્યકરી અધ્યક્ષપદે રહ્યા છે.
પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નિમાબેન ચાર દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા..
ગુજરાત વિધાનસભામાં તા. 13 સપ્ટેમ્બર 2021થી ડો.નીમાબેન આચાર્ય અધ્યક્ષપદે છે. તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ હોવાનું બહુમાન ધરાવે છે. ડો. નિમાબેન આ અગાઉ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પણ એ સમયગાળો માત્ર ત્રણ દિવસનો જ હતો. ડો. નિમાબેન આચાર્યને 2013માં વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. આ સમયે તેઓ તા. 19 જાન્યુઆરી 2013થી તા. 22 જાન્યુઆરી 2013 એટલે કે માત્ર ચાર દિવસ માટે જ કાર્યકારી અધ્યક્ષ રહ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષો, ક્યાંથી ક્યાં સુધી..?