ગરમીમાં Healthy Heart રાખવા માટે આ ફુડ્સને ડાયેટમાં ચોક્કસ લો
જો વ્યક્તિ હેલ્ધી રહેવા ઇચ્છતી હોય તો સૌથી વધુ ધ્યાન હાર્ટનું રાખવુ પડે છે. એકમાત્ર એ અંગ એવું છે જે વધુ પડતુ દબાણ સહન કરી શકતુ નથી. આવા સંજોગોમાં જરૂરી છે કે યોગ્ય ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ દ્વારા તેનો યોગ્ય ખ્યાલ રાખવો જોઇએ. માર્ચ મહિનામાં જ તાપમાન વધી ગયું છે તો વિચારો એપ્રિલમાં શું હાલત થશે. તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધએ દિલને બ્લડ સપ્લાય માટે ઝડપથી પંપ કરવુ પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.
શું કહે છે ડોક્ટર્સ
ડોક્ટર્સનું કહેવુ છે કે ગરમીમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી દિલને બચાવવું જરૂરી છે. વધુ માત્રામાં સોડિયમ કે મીઠુ શરીર પર ઉંધી અસર કરે છે. તેથી મીઠું ઓછુ ખાવ.સાથે સાથે 3થી 4 લિટર પાણી પીવો અને ફળોના જ્યુસની સાથે સાથે શાકભાજી પણ ખાવ. ગરમીની સીઝનમાં આ ફુડ્સને ડાયેટમાં ઉમેરો તો હેલ્ધી રહી શકશો
તરબુચ
તરબુચ સીઝનલ ફ્રુટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે આમીર ગરીબ કોઇ પણ ખાઇ શકે છે. સાથે તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રુટમાં લગભગ 92 ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછુ આવે છે.
પપૈયુ
પપૈયુ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિની પહોંચમાં હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.
બેરીઝ
સ્ટ્રોબેરી અને ગોઝી બેરીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવનોઇડ્સ ભરપુર હોય છે. તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ખીરા
બોડીને હાઇડ્રેટેડ રાખવા માટે ગરમીની સીઝનમાં બપોરે સલાડમાં ખીરા જરૂર ખાવ. તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
લીલા પાનવાળી શાકભાજી
ગરમીની સીઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામીન અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 હોય છે, તે આરોગ્ય સારુ રાખે છે.
ચિયા સીડ્સ
ડાયેટમાં ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ જરૂર સામેલ કરો. લાંબા સમય સુધઈ આ બીજ ખાવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધેલી રહે છે. ગરમીમાં થોડી માત્રામાં લસણનો પ્રયોગ પણ કરી શકાય છે. ગરમીમાં પ્રોટીનથી ભરપુર વસ્તુઓનું ઓછુ સેવન કરો કેમકે તે પચવામાં ભારે હોય છે.
આ પણ વાંચોઃ મીનમાં અસ્ત થયો ગુરૂઃ આ પાંચ રાશિના લોકો એક મહિનો રહે સાવધાન