ટ્રેન્ડિંગનેશનલ

ગુંડાઓએ પૈસા પડાવવા માટે સગીર છોકરાના 31 વીડિયો બનાવ્યા, 4 વાયરલ કરી દીધા

  • કાનપુરમાં પૈસા પડાવવા માટે ટોળાએ સગીર વિદ્યાર્થી સાથે કરી ક્રૂરતા
  • આરોપીઓએ મારપીટના 31 વીડિયો બનાવ્યા, 4 વાયરલ કરી પરિવાર પાસે માગ્યા પૈસા
  • પરિવારે પોલીસ અને સીએમ યોગી પાસે ન્યાયની કરી માંગ

કાનપુર, 7 મે: યુપીના કાનપુરમાં પૈસાની વસૂલાત માટે સગીર વિદ્યાર્થી સાથે ક્રૂરતાના કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 5ની શોધ ચાલી રહી છે. કાનપુરમાં એરફોર્સની તૈયારી કરવા આવેલા એક વિદ્યાર્થી સાથે થયેલી ક્રૂરતા બાદ પીડિતના પરિવારે ન્યાયની માંગ કરી છે.

 

આરોપીઓએ બનાવ્યા 31 વીડિયો, 4 વાયરલ કરી માગ્યા પૈસા

કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં પીડિતે જણાવ્યું કે આરોપીઓએ 6 દિવસ સુધી ના માત્ર માર માર્યો અને દઝાડ્યો પરંતુ તેના 31 વીડિયો પણ બનાવ્યા હતા. પીડિતે જણાવ્યું કે આરોપીઓએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈંટ લટકાવી તેનો વીડિયો બનાવ્યો અને તેમાંથી ચાર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

પીડિતના જણાવ્યા અનુસાર આરોપી છોકરાઓએ આવા કુલ 31 વીડિયો બનાવ્યા હતા. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે આરોપીએ તેને ઓનલાઈન ગેમ રમવા માટે વીસ હજાર રૂપિયા આપ્યા હતા. ગેમમાં પૈસા હારી ગયા પછી આરોપીઓ તેની પાસેથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને જ્યારે તેણે પૈસા ન આપ્યા તો તેને ઉપાડીને એક રૂમમાં લઈ ગયા હતા.

દુષ્કર્મ આચર્યા બાદ સળગાવવાનો કર્યો પ્રયાસ: પીડિત

પીડિતે કહ્યું કે તેમણે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેને ખૂબ માર્યો. આ પછી તેને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેના કારણે તેના વાળ બળ્યા હતા. પીડિતના કહેવા પ્રમાણે, આરોપીએ તેના પરિવારને ફોન કરીને 2.5 લાખ રૂપિયા માંગ્યા હતા, ત્યાર પછી પરિવારે પોલીસને જાણ કરી હતી.

જ્યારે ઈટાવા પોલીસે આરોપી છોકરાઓ પર દબાણ કર્યું તો તેમણે તે છોકરાને છોડી દીધો હતો. વિદ્યાર્થી આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. વિદ્યાર્થીની સાથે તેના પિતા અને ભાભી પણ કાનપુર આવ્યા હતા. પોતાના બાળક સાથે થયેલી આ ક્રૂરતા જોઈને પરિવારના તમામ સભ્યો ગભરાઈ ગયા છે.

પરિવારજનોએ એન્કાઉન્ટરની કરી માંગ

વિદ્યાર્થીએ પહેલા તેની સાથે બનેલી ઘટના વિશે તેની ભાભીને જણાવ્યું. ભાભી કહે છે કે આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું, પછી તેઓએ લાખો રૂપિયાની માંગણી શરૂ કરી અને અમારા બાળકને નિર્દયતાથી માર માર્યો હતો.

પરિવારે માંગ કરી છે કે તેમના બાળક પર ક્રૂરતા આચરનારા આ આરોપીઓને જેલમાં ન મોકલવા જોઈએ પરંતુ વિકાસ દુબેની જેમ તેમનું પણ એન્કાઉન્ટર કરવું જોઈએ. પરિવારજનોએ સીએમ યોગી અને યુપી પોલીસને ન્યાયની અપીલ કરી છે.

આ પણ વાંચો: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની તબિયત બગડી, હોસ્પિટલમાં MRI કરાયું

Back to top button