ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ પરમીટ મેળવવા માટે ઓફિશિયલ વેબસાઈટથી જ કરો બુકિંગ, જાણો શા માટે


- નાગરિકોને ખાનગી વેબસાઇટો દ્વારા બુકિંગ ન કરવા વન વિભાગની અપીલ
જુનાગઢ, 21 સપ્ટેમ્બર: ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા પ્રવેશ પરમીટના એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફિશિયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in કાર્યરત છે. આ વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે. આવી સાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા કોઈ અધિકૃત કરવામાં આવી નથી. જેથી આવી ખાનગી વેબસાઇટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરીતિ થવાની શક્યતાઓ રહેલી છે. જેની નાગરિકોને નોંધ લેવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખાનગી વેબસાઇટો દ્વારા ગેરરીતિની શક્યતા
ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફિશિયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે. જેમાં એક જ આઈ.પી. એડ્રેસ, ઈ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમિયાન વધુમાં વધુ 6 (છ) જ પરમીટનું બુકિંગ થઈ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે. આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટિક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે.
આ પણ જૂઓ: શું તમારા બાળકનું પેન્શન ખાતું ખોલાવવા માગો છો? જાણો શું છે પ્રક્રિયા?