ગુજરાત

રાજ્યમાં CNG અને PNGના ભાવમાં ઘટાડો લાવવા એક વર્ષમાં વેટ દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો

Text To Speech

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીનો ભાવ વધારે ન ચૂકવવો પડે તે માટે આ વર્ષના બજેટમાં વેરાના દરમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી.

વેટ દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો

વિધાનસભા ગૃહ ખાતે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીના દરમાં રાહત અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન વેટ કાયદા હેઠળ પેટ્રોલ અને ડીઝલના વેટ દરમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત હાઉસહોલ્ડ ડોમેસ્ટિક કન્ઝ્યુમર માટેના પીએનજીમાં અને રીટેલ કન્ઝ્યુમરના વ્હીકલ માટે ફ્યુલ તરીકે વપરાતા સીએનજીના વેટ દરને 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. તેમજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના નાગરિકોને રાહત આપવા માટે વેટ દરમાં 10ટકા જેટલો ધરખમ ઘટાડો કરાયો છે.

સીએનજી ભાવ-humdekhengenews

હાલનો CNG અને PNGનો વેટ દર

આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર 13.7 ટકા અને 4 ટકા સેસ લાગુ છે. જ્યારે ડીઝલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર 14.9 ટકા અને 4 ટકા સેસ લાગુ કરવામાં આવેલો છે.

Back to top button