હંમેશા ખુશ રહેવા પૈસા કે સંપત્તિ નહીં…આ વસ્તુ જરૂરી
ન્યુઝ ડેસ્કઃ સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો પોતાના જીવનમાં સૌથી વધારે મહત્વ પૈસાને આપે છે. કારણ કે તેમને લાગે છે કે જીવનમાં ખુશ રહેવા માટે સૌથી વધારે પૈસા જ હોય છે. પૈસાથી તે દરેક ખુશી ખરીદી શકે છે. જો તમને પણ એવું લાગતું હોય તો પોતાનો વિચાર બદલી નાખો કારણ કે હાલમાં જ થયેલા એક સંશોધનમાં આ ધારણાને ખોટી સાબિત કરી દીધી છે.
હાવર્ડ યુનીવર્સિટીનું સંશોધન
હાવર્ડ યુનીવર્સિટીમા કરાયેલ એક રીસર્ચ પ્રમાણે વ્યકિતને ખુશ રહેવા પૈસા નહીં પણ સારા મિત્રો જરૂરી છે, પૈસા અને બિજી સફળતા કરતા વધારે મહત્વનું છે આપણા સારા મિત્રો. આપણા બધાના જીવન કાળમાં ઘણા બઘા મિત્રો બને છે. ઘણા ટુંક સમય માટેના હોય છે તો ઘણા લાંબા સમય માટેના હોય છે. આ બઘા આપણા જીવનમાં કોઈને કોઈ છાપ છોડીને જાઈ છે. તમે ઘણી બધી વખત અનુભવ કર્યો હશે, જ્યારે આપણા મિત્રો આપણી સાથે હોય ત્યારે આપણે અંદર થી ખુશી અનુભવીએ છીએ. સંતુષ્ટતા અનુભવીએ છીએ. પૈસા કદાચ તમને ભૌતીક સુખ આપી શકે પરંતુ આંતરીક શાંતી આપી શકતુ નથી.
આરોગ્યને સારુ રાખવામાં મિત્રોનો ફાળો
સંશોધનમાં 268 વિધાર્થીઓ ઉપર 80 વર્ષ સુધી રીસર્ચમા જણાવામાં આવ્યુ છે કે આપણા જીવનમા કેવા મિત્રો છે એ આપણું સ્વાસ્થ્ય નક્કિ કરે છે. જો આપણા જીવનમાં સારા મિત્રો હોય તો તે આપણા આરોગ્યને સારુ રાખવામાં મદદ કરે છે.
તમારો પાર્ટનર પણ તમારો મિત્ર હોય શકે
એવુ નથી કે મિત્રો બહારના જ હોય, તમારો પાર્ટનર પણ તમારો મિત્ર હોય શકે, પતિ-પત્ની પણ એક બીજાના સારા મિત્રો હોય શકે છે. પોતાના પાર્ટનર સાથે હળીમળીને રહે છે તેઓ ઈમોશનલી સ્ટ્રોંગ બને છે. પોતાના પોર્ટનરને મિત્ર બનાવનાર વ્યકિત ડિપ્રેશનનો ભોગ બનતો નથી.
આ પણ વાંચોઃ કદાચ નહીં સાંભળ્યુ હોય પણ પુરૂષો માટે પણ હોય છે ડાયટ