ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

રાષ્ટ્રીય યુવા પુરસ્કારો માટે અરજી કરવા ડૉ. મનસુખ માંડવિયાની ટહેલઃ જૂઓ વીડિયો

  • અરજીઓ 1 થી 15 નવેમ્બર, 2024 સુધી ખુલ્લી રહેશે

નવી દિલ્હી, 1 નવેમ્બર, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવા ભારતીયોને ભારતના વિકાસ અને સામાજિક પ્રગતિમાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કારો (એનએએ) 2022-23 માટે અરજી કરવાનું આહ્વાન કર્યું છે. 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2024 સુધી ગૃહ મંત્રાલયના કોમન એવોર્ડ પોર્ટલ મારફતે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર (2022-23) માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

રમતગમત હોય, સમાજસેવા હોય, વિજ્ઞાન હોય કે સંશોધન હોય – વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાનોની અજોડ ભાવનાને ઉજાગર કરતાં ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પુરસ્કારો માત્ર એક પ્રશંસા જ નથી, પરંતુ પ્રગતિશીલ અને સર્વસમાવેશક ભારતને પ્રોત્સાહન આપવામાં યુવા નેતૃત્વની ઉજવણી છે. આ પુરસ્કારમાં એક મેડલ, એક પ્રમાણપત્ર અને વ્યક્તિગત રૂપે 1,00,000/- રૂપિયાનું રોકડ ઇનામ અને સંસ્થાને 3,00,000/- રૂપિયાનું રોકડ ઇનામ સામેલ છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળનાં યુવા બાબતોનાં વિભાગ, વિકાસ અને સામાજિક સેવાનાં વિવિધ ક્ષેત્રો જેવા સ્વાસ્થ્ય, માનવાધિકારોને પ્રોત્સાહન આપવા, સક્રિય નાગરિકતા, સામુદાયિક સેવા વગેરેમાં  ઉત્કૃષ્ટ કામગીરી અને યોગદાન માટે વ્યક્તિઓ (15-29 વર્ષની વચ્ચેની વયનાં) અને સંસ્થાઓને રાષ્ટ્રીય યુવા પુરસ્કારો (એનવાયએ) પ્રદાન કરે છે.

આ એવોર્ડનો હેતુ યુવાનોને રાષ્ટ્રીય વિકાસ અને સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા, યુવાનોને સમુદાય પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા અને આ પ્રકારે સારા નાગરિક તરીકેની તેમની પોતાની વ્યક્તિગત ક્ષમતામાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવા અને સામાજિક સેવા સહિત રાષ્ટ્રીય વિકાસ માટે યુવાનો સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યોને માન્યતા આપવાનો છે.

આ પણ વાંચો…ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

Back to top button