ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

TMC સાંસદ સાકેત ગોખલે PM મોદીના મંત્રીની પત્નીને આપશે 50 લાખ રૂપિયા, જાણો કેમ?

Text To Speech

નવી દિલ્હી, 01 જુલાઇ : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ માનહાનિ કેસમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની પત્ની લક્ષ્મી પુરીને 50 લાખ રૂપિયાની રકમ ચૂકવવી પડશે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે સાકેત ગોખલેને આ આદેશ આપ્યો હતો. સાકેત ગોખલેએ પૂર્વ રાજદ્વારી લક્ષ્મી પુરી પર તેમની અઘોષિત સંપત્તિથી સ્વિટ્ઝર્લેન્ડમાં સંપત્તિ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. લક્ષ્મી પુરીએ રાજ્યસભા સાંસદ સાકેત ગોખલે વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટનો આ આદેશ આવ્યો છે. 50 લાખ રૂપિયા ચૂકવવા ઉપરાંત સાકેત ગોખલેને એક મોટા અખબારમાં પ્રકાશિત માફીપત્ર છપાવવું પડશે. આ સિવાય એક્સ હેન્ડલ પર પણ માફી માંગવી પડશે.

કોર્ટે ટીએમસી સાંસદને આ આદેશને 8 સપ્તાહની અંદર લાગુ કરવાનો આદેશ આપ્યો છે. લક્ષ્મી પુરીના પતિ હરદીપ સિંહ પુરી મોદી સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી છે. ગોખલેએ લક્ષ્મી પર તેની અઘોષિત સંપત્તિથી સ્વિટ્ઝર્લેન્ડમાં સંપત્તિ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સુનાવણી દરમિયાન કોર્ટે 2021માં જ આદેશ આપ્યો હતો કે ગોખલેએ તેમની બદનક્ષીભરી ટ્વિટ હટાવી લેવી જોઈએ. આ સિવાય આદેશ આપવામાં આવ્યો હતો કે ગોખલેએ પુરી પરિવાર પર આ પ્રકારના આરોપો ટ્વીટ ન કરવા જોઈએ.

આ પણ વાંચોઃસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Back to top button