ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

TMCએ રાજ્યસભા માટે જાહેર કર્યા ઉમેદવારો, પત્રકાર સાગરિકા ઘોષ સહિત આ 4ને આપી તક

પશ્ચિમ બંગાળ, 11 ફેબ્રુઆરી: તૃણમૂલ કોંગ્રેસે(Trinamool Congress) રાજ્યસભા ચૂંટણી(Rajya Sabha Elections) માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને(Sushmita Dev) ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ(Sagarika Ghosh), મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર(Mamata Bala Thakur) અને સાંસદ નદીમુલ હકના(Nadeem Ul Haq) નામ પણ યાદીમાં સામેલ છે. TMCએ તેના X હેન્ડલ પર પોસ્ટ કરી તેમને શુભેચ્છા પાઠવી છે. સાથે લખ્યું છે કે, આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.

કોણ છે ચાર ઉમેદવારો?

સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક ‘માતા’ છે જેણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.

Image

નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે

નોટિફિકેશન જાહેર થયા બાદ 8 ફેબ્રુઆરીથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 20 ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.  મતદાન સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી થશે. પંચે કહ્યું કે 50 સભ્યો 2 એપ્રિલે નિવૃત્ત થશે જ્યારે 6 સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થશે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 10 બેઠકો ખાલી પડી રહી છે. આ પછી મહારાષ્ટ્ર અને બિહારમાંથી 6-6), મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ (5-5), કર્ણાટક અને ગુજરાત (4-4), ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશમાંથી ત્રણ, રાજસ્થાન અને ઉત્તરાખંડ, હિમાચલમાંથી 2, ઉત્તરાખંડ , હરિયાણા અને છત્તીસગઢમાંથી (1-1) બેઠકો ખાલી પડી રહી છે.

15 રાજ્યોમાંથી રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 56 સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે. જે કેન્દ્રીય પ્રધાનોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનમાંથી ચૂંટાયા હતા જ્યારે ભાજપના વડા નડ્ડા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાંથી ઉપલા ગૃહના સભ્ય બન્યા હતા.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સોમવારે સહપરિવાર અયોધ્યા જશે, રામલલાના કરશે દર્શન

 

Back to top button