ધર્મનેશનલ

તિરૂપતી બાલાજી મંદિરમાં સૌથી વધુ દાનનો સર્જોયો રેકોર્ડ, એક દિવસમાં 7.6 કરોડનું દાન

Text To Speech

આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થિત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસમાં 7.6 કરોડના રેકોર્ડ બ્રેક દાનનો રેકોર્ડ સર્જોયો છે. અહી એક જ દિવસમાં આટલું મોટુ દાન આપી તિરૂપતિ બાલાજી મંદિરમાં સૌથી વધુ દાનનો રેકોર્ડ સર્જો છે.

એક જ દિવસમાં 7.6 કરોડના રેકોર્ડ બ્રેક દાન

આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિર હિન્દુ ધર્મું સૌખી મોટુ મંદિર છે. અહી ભગવાનને સોથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પીત કરવામાં આવે છે. આ મંદિરને ભારતના સૌથી અમીર મંદિરોમાંનું એક છે. અહી વર્ષે કરોડો રુપિયાનું દાન કરવામાં આવે છે. ત્યારે વૈકુંઠ એકાદશીના દિવસે અહી એક જ દિવસમાં 7.6 કરોડના રેકોર્ડ બ્રેક દાન કરવામાં આવ્યું છે.

તિરૂપતી બાલાજી મંદિર-humdekhengenews

વૈકુંઠ એકાદશીના દિવસે ભક્તોએ લૂટાવ્યું દાન

હિંદુઓમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે. એકાદશીના દિવસે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરે છે. ત્યારે દર વર્ષે તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ એકાદશી દરમિયાન ભક્તોને 10 દિવસ માટે વૈકુંઠ દ્વાર બતાવવામાં આવે છે. વૈકુંઠ એકાદશીના 10 દિવસનો આ સમયગાળો 2 જાન્યુઆરી 2023 થી 11 જાન્યુઆરી 2023 સુધીનો છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જેથી અહી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અને દાન પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે તો એક જ દિવસમાં 7.6 કરોડનું દાન બાલાજી મંદિરને મળતા એક જ દિવસમાં સૌથી વધુ દાનનો રેકોર્ડ સર્જો છે.

2012થી 2022 સુધી દાન કલેક્શન ડબલ

ઉલ્લેખનીય છે કે તિરુપતી બાલાજીના દર્શનાર્થે હજારો ભક્તો આવતા હોય છે પરંતું અહી વૈકુંઠ એકાદશીના દિવસનું ખાસ મહત્વ હોવાથી મોટા પ્રમાણમાં ભક્તો અહી ઉમટી પડતા હોય છે. આ મંદિરને ભારતના સૌથી અમીર મંદિરોમાં ગણાવામાં આવ છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહી દાનમાં ઘણો વધારો જોવા મળ્યો છે. 2012થી 2022ના દસ વર્ષમાં દાન કલેક્શન ડબલ થઇ ગયું છે. કોરોના કાળ પૂર્વે દર મહિને હૂંડીદાન 90 થી 115 કરોડ હતું. ગત એપ્રિલ બાદ તેમાં મોટો વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજીમાં મા અંબાને સુખડીનો પ્રસાદ ધરાવાયો

Back to top button