પત્નીની “રીલ” જિંદગીથી કંટાળેલા પતિએ “રિયલ” લાઈફ ટૂંકાવી દીધી, જાણો આઘાતજનક કિસ્સો
અલવર (રાજસ્થાન), 08 એપ્રિલ: રાજસ્થાનના અલવરનું આ કપલ માયા-સિદ્ધાર્થ માટે સોશિયલ મીડિયા વિલન બન્યું. માયાને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ હતો. માયા પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ બનાવીને અપલોડ કરતી હતી જેના પર વ્યુઅર્સ અભદ્ર કોમેન્ટ્સ કરતા હતા. પત્નીની રિલ્સમાં અભદ્ર કોમેન્ટ્સ થતા સિદ્ધાર્થને બિલકુલ પસંદ નહોતું. આ બાબતને કારણે બંનેના વચ્ચે અવારનવાર કકળાટ થતો રહેતો. અને સિદ્ધાર્થે પોતાની પત્નીને રિલ્સ બનાવવામાં માટે ઘણી વાર ના પાડી.તેમ છતાં માયાના રિલ્સ બનાવવાના શોખને કારણે તે અવારનવાર રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. આમ ઝઘડો વધતા પત્ની ઘર છોડીને પોતાના પિયર ચાલી ગઈ. આ વાતના કારણે સિદ્ધાર્થના પરિવારમાં વિવાદ થવા લાગ્યો. અંતે નિરાશ થયેલા સિદ્ધાર્થે આત્મહત્યા કરી લીધી
માયાનો પતિ સિદ્ધાર્થ રૈણી થાના વિસ્તારના નાંગલબાસ ગામનો રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં LDCના પદ પર કાર્યરત હતો. તેને પિતાની જગ્યાએ અનુકંપા પર દોઢ વર્ષ પહેલા જ નોકરી લાગી હતી.માયા અને સિદ્ધાર્થને ત્રણ દિકરી અને એક દીકરો પણ છે. 5 એપ્રિલ આ ઘટના બની હતી અને 6 એપ્રિલે તેના પરિવાર દ્વારા આ મામલે FIR નોંધાવવામાં આવી હતી. આ વિવાદના પરિણામે વાત આત્મહત્યા સુધી ચાલી ગઈ.
પત્નીની રીલ બનાવવાની આદતથી પતિએ આત્મહત્યા કરી
આત્મહત્યા કરતાં પહેલા સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર ઑનલાઈન આવ્યો અને કહ્યું કે, તે પણ મારો વીડિયો જોઈ રહી છે. સાંભળ, તું તલાક લઈ લે. ચારે બાળકો મારી પાસે રહેશે. હું કહીશ એમ થશે. આજે જઈને લાઈવ થયો છું.પોતાના ભાઈને મરવા પર છોડી દવ. સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહી રહ્યો છું કે હું મરી જાઈશ. મારા ભાઈ અને તેનો ઝઘડો થયો છે. હું મારા ભાઈની સાથે છું. કહ્યું કે મારી આઈડી અને મારું સિમ બધું જ સાંસરિયા પાસે છે. કેટલાક લોકો મને ખોટો કહેશે. પરંતુ હું પોતાના ભાઈનો સાથ નહીં છોડું. મારું મૃત્યુનું કારણ રતિરામ અને માયા છે. મારો ભાઈ સુરક્ષિત છે. મારા પરિવારનો વિવાદ હતો. આ હું માનું છું, પણ એવું ન થવું જોઈએ કે કોઈને ફસાવી દેવામાં આવે. હું મારા સાંસરિયાને ઘણીવાર પગે પણ પડ્યો. એનાથી વધારે કંઈ નથી કરવા માંગતો. પરંતુ હું હવે બધાનો વારો પાડી દઈશ. આની પહેલા મેં ક્યારેય રિલ નથી બનાવી. પરંતુ હું હવે મજબૂરીમાં લાઈવ આવ્યો છું.
આત્મહત્યા પહેલા LIVE આવીને આપવીતી જણાવી
લાઈવ આવીને સિદ્ધાર્થે વધુમાં કહ્યું કે, મેં આજસુધી રીલ નથી બનાવી. મારી જો કોઈ ભૂલ હોય તો બતાવજો. મારી માયાથી પર્સનલી કોઈ લડાઈ કે ઝઘડો નથી. તે મારા ભાઈને ફંસાવવા માંગે છે. બસ આ જ મારી લડાઈ છે. હું મારા ભાઈની સાથે છું જે સમજદાર માણસ હશે તે પોતે જ સમજી જશે કે ક્યારેક ઘર પરિવારમાં ઘણા પ્રકારની તકલીફો હોય છે. પરિવારવાળા લોકોને આ બધી જ ખબર છે.સમજદાર લોકો સારી કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ ખરાબ લોકો અભદ્ર કોમેન્ટ કરી રહ્યા છે.જ્યારે તમારા ઘરમાં આવું થશે ત્યારે તમને સમજાશે.હું પોતાના પરિવારને તૂટતા જોઈ ના શકું અને હું તૂટવા પણ નહીં દઉં.એના માટે હું પોતાનો જીવ પણ આપી દઈશ. આવી પત્ની કે છોકરીઓ ઘણી મળી જાશે. પરંતુ પરિવાર નહી મળે. અને જો હું મરું છું તો મારો નોમિની મારા ભાઈને બનાવવામાં આવે. મને મારા સાસરીપક્ષ કે પત્નીથી કોઈ મતલબ નથી. મારો ભાઈ અને તેના છોકરાઓને સરકારી નોકરી મળવી જોઈએ અને તેમને જ બધા પ્રકારનો ક્લેમ મળવો જોઈએ.
આ મામલે જોડાયેલા લોકોની પૂછપરછ ચાલુ
સિદ્ધાર્થનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.આ સાથે પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી છે. પોલીસ અધિક્ષક આનંદ શર્માએ કહ્યું કે પરિવારજનોની ફરિયાદ પછી મીડિયાના માધ્યમથી સામે આવ્યું છે કે વીડિયોના એંગલ પરથી પણ તપાસ ચાલી રહી છે. આ બાબતે પરિવારના લોકો અને મૃતકની પત્ની તેના બાળકો સ્ટેટમેન્ટ અને પૂછપરછ પણ કરવામાં આવી છે.આ સાથે સોશિયલ મીડયા એકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.જે લોકોએ કોમેન્ટ કરી છે તેમનો પણ સંપર્ક કરવામાં આવશે.
આ પણ વાંચો: Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો