- પતિ-પત્નીના અનેક પ્રકારના ઝઘડાના બનાવ બનતા હાય છે. પરંતુ ક્યારે ઝઘડો મોતનું કારણરુપ બને એ કોઈને ખબર હોતી નથી. ત્યારે અમદાવાદમાં પણ એક એવો બનાવ બન્યો છે, જેમાં પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને પોતાનું જ જીવન ટૂંકાવ્યું છે.
આ વાત છે એક એવા પતિની કે જેને ઘર ચલાવવા માટે કમાવાને બદલે પોતાની જ પત્ની જોડે પૈસાની માંગણી કરતો હતો. જ્યારે પત્ની જોડે ઘર ચલાવવા માટે પુરતા રુપિયા ન હતા તો પોતાના પતિ જોડે ઘર ચલાવવા રુપિયા માંગતા અનેક વાર ઝઘડાઓ થતા હતા. તેમજ પતિ તું મરી જાય તો મને કોઇ ફરક પડશે નહીં, તારા મર્યા બાદ હું બીજા લગ્ન કરી લઇશ કહીને પત્નીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને પત્નીએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
હું બીજા લગ્ન કરી લઇશ કહીને પત્નીને હેરાન કરતો
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા સદભાવનગર ચાર માળિયામાં રહેતા રહેમાનખાન પઠાણ સીલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં નસરાખાનના લગ્ન વર્ષ 2020માં ખાનપુરમાં ઉમરઇરફાન શેખ સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ જ ઉમરઇરફાન કોઇ કામધંધો કરતો ન હતો. તેમજ પત્ની પાસે ઘર ખર્ચના રૂપિયાની માંગણી કરતો હતો. તેમજ પતિ તેની પત્નીને રોજ કહ્યા કરતો કે તું મરી જાય તો મને કોઇ ફરક પડશે નહીં, તારા મર્યા બાદ હું બીજા લગ્ન કરી લઇશ કહીને પત્નીને હેરાન કરતો હતો.
સસરાએ જમાઇ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
તેમજ પત્નીને રૂપિયા ન આપતો હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. તેમજ પતિ મારઝૂડ પણ કરતો હતો. ત્યારે પત્નીએ સમગ્ર હકીકત તેની માતાને પણ જણાવી હતી. ગત 20 જૂને પતિ સાથેના ઝઘડાઓથી કંટાળીને નસરાખાને પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ અંગે સસરાએ જમાઇ સામે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરીને પોતાને ખૂબ જ નસીબદાર માને છે કિયારા અડવાણી