‘ભૈયા..ભૈયા’ સાંભળીને ઑટો ડ્રાઇવર બરાબરનો કંટાળ્યો, રિક્ષા પર લગાવી દીધી આવી નોટિસ
HD News Desk (અમદાવાદ), 08 એપ્રિલ: ઘણીવાર જોયું હશે કે, ઑટો રિક્ષાને રોકવા પર મહિલા સૌથી પહેલા ભૈયા બોલીને પૂછે છે કે, ભૈયા.. તમે લઈ જશો? જો કે, ભૈયા કહેવા પર એક ઑટો ડ્રાઇવરે એટલી હદે કંટાળ્યો કે તેની રિક્ષા પર નોટિસ લગાવી દીધી. આ નોટિસ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાત એમ છે કે, ઑટો ડ્રાઇવરે રિક્ષામાં જે નોટિસ લગાવી છે જેમાં લખ્યું છે, કે ‘ભૈયા’ છોડીને બીજું શું કહીને બોલાવી શકાય. હાલમાં રિક્ષા પર લાગેલી આ નોટિસ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થયા છે તો કેટલાક લોકો હસીને લોટપોટ થઈ રહ્યા છે.
ભૈયા કહેવા પર કંટાળ્યો રિક્ષાચાલક
i saw this in the auto today😭😭 pic.twitter.com/FTR52h4cho
— naya (@nayascrackhouse) April 4, 2024
વાયરલ થઈ રહેલા ‘નો ભૈયા’ પૉલિસી નોટિસને વાંચીને સમજ આવી જાય છે કે, રિક્ષા ચાલક ‘ભૈયા’ કહેવા પર કેટલો કંટાળી ગયો છે. પોતાની નોટિસમાં ઑટો ડ્રાઇવરે એમ પણ લખ્યું છે કે, તેને ‘ભૈયા’ સિવાય બીજું શું કહીને બોલાવી શકાય? જેમાં ઑટો ડ્રાઇવરે તેની સીટની પાછળ અંગ્રેજીમાં લખ્યું છે કે, સલામત અંતર જાળવી રાખો.. મહેરબાની કરીને ‘ભૈયા’ ના કહો. તમે મને ‘ભાઈ’, ‘દાદા’, ‘બૉસ’ અથવા ‘બ્રધર’ કહી શકો છો.
પોસ્ટ વાયરલ થતાં લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી
પોસ્ટ કરતાં @nayascrackhouse નામના યુઝર્સે કેપ્શનમાં લખ્યું છે કે, આજે મેં ઑટોમાં આ જોયું. આ પોસ્ટને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે 2 હજારથી વધુ લોકોને લાઇક્સ મળી છે. પોસ્ટ જોઈ રહેલા યુઝર્સે એકથી એક ચઢિયાતા કોમેન્ટ્સ કર્યા છે.એક યુઝરે લખ્યું કે, બ્રાંદ્રા વાળી રિક્ષા છે શું? બીજા એકે લખ્યું કે, ઑટો ડ્રાઇવરનો પોતાનો સ્વેગ છે. ત્રીજા યુઝરે લખ્યું, લાગે છે કે આ ઑટો ડ્રાઇવર બેંગલુરુ કે મુંબઈનો છે.
આ પણ વાંચો: રણવીરે ‘અપના ટાઈમ આયેગા’ ગાઈને બર્થ ડે પાર્ટીમાં મચાવી ધૂમ, વીડિયો વાયરલ