તમારો પાર્ટનર પણ છે Attention Seeker? તો રિલેશનને આમ કરો મેનેજ
-
ઘણી વખત આપણે કેટલાક એવા કપલને જોઇએ છીએ જેમના વિચારો મળતા ન હોય તો પણ એકબીજા સાથે આનંદથી રહે છે. બે વ્યક્તિ ક્યારેય એક સરખા હોતા નથી.
સંબંધો હંમેશા બે લોકો વચ્ચેના પ્રેમ અને સમજણથી બને છે. બે લોકો જ્યારે કોઇ સંબંધોમાં બંધાય છે, તો જરૂરી નથી કે તેમની વિચારસરણી અને નેચર એકબીજા સાથે મેચ થાય દરેક વ્યક્તિનો સ્વભાવ અને વિચારવાની રીત અલગ હોય છે. જરૂરી નથી કે જે એક વ્યક્તિને પસંદ હોય તે સામે વાળાને પસંદ ન પણ પડે. ઘણી વખત આપણે કેટલાક એવા કપલને જોઇએ છીએ જેમના વિચારો મળતા ન હોય તો પણ એકબીજા સાથે આનંદથી રહે છે. બે વ્યક્તિ ક્યારેય એક સરખા હોતા નથી.
ક્યારેક ક્યારેક સંબંધોમાં એક વ્યક્તિ માટે પોતાના પાર્ટનર સાથે મેનેજ કરવુ મુશ્કેલ થઇ જાય છે. સૌથી વધુ મુશ્કેલી તો ત્યારે થાય છે જ્યારે તમારો પાર્ટનર એટેન્શન સીકર હોય. આવી વ્યક્તિને દર વખતે પોતાના પાર્ટનર પાસેથી કેર અને કન્સર્ન જોઇતુ હોય છે. દરેક વખતે વ્યક્તિ પાર્ટનરને એેટેન્શન આપી શકે તે શક્ય હોતુ નથી. કેમકે વ્યક્તિ કામની સાથે સાથે અન્ય સંબંધો સાથે પણ જોડાયેલી હોય છે. જો તમારો પાર્ટનર પણ એટેન્શન સીકર હોય તો તમારા સંબંધોને આ રીતે કરો હેન્ડલ
પાર્ટનરને રાખો વ્યસ્ત
ખાલી મગજ શૈતાનનું ઘર હોય છે એ કહેવત એમ જ બની નથી. ઘણી વખત એટેન્શન સીકિંગ વ્યવહારની પાછળનું કારણ માણસનુ ખાલીપણુ કે ફ્રી રહેવુ પણ હોય છે. જ્યારે કોઇ વ્યક્તિ ફ્રી હોય છે તો તે ઇચ્છે છે કે તેને તમારો પુરો સમય અને કેર મળે. તેથી હંમેશા કોશિશ કરો કે તમારો પાર્ટનર કામમાં બીઝી રહે, તેથી તેનું એટેન્શન સીકિંગ બિહેવિયર ઘટે.
પાર્ટનરની વાત સાંભળો
તમારા સંબંઘની સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારો પાર્ટનર જો કંઇક કહી રહ્યો હોય તો તેની વાત સાંભળો. આ વાત ખાસ કરીને એટેન્શન સીકર પાર્ટનરને લાગુ થાય છે. ઘણી વખત વાત ન સાંભળવાના લીધે ઝઘડાની શરૂઆત થાય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને તેની વાત સમજવાની કોશિશ કરો.
પ્રોત્સાહન ન આપો
ઘણી વખત લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે તેમની દરેક વાતનું ધ્યાન રાખે છે, જેથી તેમને કોઇ વાતથી કોઇ પ્રોબલેમ ન ખાય. ઘણી વખત એવું જોવા મળે છે કે સામે વાળા પાર્ટનરની તમામ કોશિશ છતાં પણ બીજી વ્યક્તિ ખુશ થઇ શકતી નથી. એક સમય એવો પણ આવે છે કે તે મેન્ટલી પરેશાન રહેવા લાગે છે. તેથી તમારે તમારા સંબંધોમાં કેટલીક બાઉન્ડ્રી સેટ કરવી જોઇએ. તમે તમારા પાર્ટનરને બતાવો અને સમજાવો કે તેમનો વ્યવહાર ક્યાર ખોટો છે અને ક્યારે સાચો.
સેલ્ફ અવેરનેસમાં કરો મદદ
ઘણી વખત વ્યક્તિ ખુદની અંદર થઇ રહેલા બદલાવ સમજી શકતી નથી કે તે શું ખોટુ અને શું સાચુ કરે છે. આવા સમયે તમારા પાર્ટનરને તેની આ આદતથી સેલ્ફ અવેર કરાવો. જેના લીધે તે સમજી શકે કે તેનું બિહેવિયર કેટલુ યોગ્ય છે અને ક્યાં તે ઓવર રિએક્ટ કરે છે.
જરૂર પડે તો લો પ્રોફેશનલની મદદ
ઘણી વખત એવી સ્થિતિ આવે છે જ્યારે આપણે કોશિશ કરવા છતા વસ્તુઓને યોગ્ય કરી શકતા નથી. સંબંધોમાં વસ્તુઓ સારી થવાના બદલે ખરાબ થવા લાગે છે અને પ્રોબ્લેમ્સ વધતા જાય છે. આવી સિચ્યુએશનમાં તમે પ્રોફેશનલ હેલ્પ લઇ શકો છો.
આ પણ વાંચોઃ દેશમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામિનાથનનું 98 વર્ષે નિધન