ટ્રેન્ડિંગધર્મ

મે, 2025 સુધી આ ચાર રાશિઓ પર રહેશે ગુરૂ કૃપા, દરેક કાર્યમાં મળશે સફળતા

  • દેવગુરૂ બૃહસ્પતિ હાલમાં વૃષભ રાશિમાં વિરાજમાન છે. 13 મે, 2025 સુધી તે આ જ રાશિમાં રહેશે. જ્યોતિષ ગણનાઓ મુજબ દેવગુરૂના વૃષભ રાશિમાં રહેવાથી કેટલીક રાશિઓને શુભ ફળની પ્રાપ્તિ થશે. જાણો કોની પર રહેશે ગુરૂ કૃપા

દેવગુરૂ ગણાતા ગુરૂ ગ્રહને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે. ગુરૂ ગ્રહને જ્ઞાન, શિક્ષણ, સંતાન, મોટા ભાઈ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. દેવગુરૂ બૃહસ્પતિ હાલમાં વૃષભ રાશિમાં વિરાજમાન છે. 13 મે, 2025 સુધી તે આજ રાશિમાં રહેશે. જ્યોતિષ ગણનાઓ મુજબ દેવગુરૂના વૃષભ રાશિમાં રહેવાથી કેટલીક રાશિઓને શુભ ફળની પ્રાપ્તિ થશે. જાણો કોની પર રહેશે ગુરૂ કૃપા.

મે, 2025 સુધી આ ચાર રાશિઓ પર રહેશે ગુરુ કૃપા, દરેક કાર્યમાં મળશે સફળતા hum dekhenge news

મેષ રાશિ

માતાનું સાંનિધ્ય અને સહયોગ મળશે, પ્રતિયોગી પરીક્ષામાં ઈન્ટરવ્યુ સહિતના કાર્યોના સુખદ પરિણામ મળશે. ઘર-પરિવારમાં ધાર્મિક સંગીતના કાર્યો થશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. દાંપત્ય સુખમાં વધારો થશે. લેખનના કાર્યોથી આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

સંપત્તિથી આવકમાં વધારો થશે. માતાથી ધનની પ્રાપ્તિ થશે. કળા અને સંગીત પ્રત્યે લગાવ વધશે. નોકરીમાં કાર્યક્ષેત્ર પરિવર્તનની પણ શક્યતાઓ છે. સ્થાન પરિવર્તન પણ શક્ય છે. આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંપતિથી આવકમાં વૃદ્ધિ થઈ શકે, સંતાન તરફથી સારા સમાચાર મળી શકે. નોકરીમાં બઢતીની શક્યતાઓ છે. ઉપરી લોકોનો સહયોગ મળશે. વાહન સુખ વધી શકે છે.

સિંહ રાશિ

આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. સંતાન સુખમાં વધઆરો થશે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્યો માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ છે. નોકરીમાં પરિવર્તન શક્ય છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકશો. માતા અને પરિવારની કોઈ વૃદ્ધ મહિલા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે.

વૃશ્ચિક રાશિ

મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામો જોવા મળશે. સંશોધન કાર્ય માટે અન્ય સ્થાન પર જવું પડશે. નોકરીમાં ઉપરીનો સહયોગ પણ મળશે. સ્થાન પરિવર્તન શક્ય છે. વસ્ત્રો તરફ રસ વધશે. નોકરીમાં પ્રમોશનના માર્ગ ખુલશે. આવકમાં વધારો થશે. બચત વધશે. મિત્રોનો સહયોગ પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ થોડા દિવસોમાં શુક્રની ચાલ બદલાશે, ત્રણ રાશિઓને ધનવાન બનાવશે

Back to top button