2050 સુધી કઈ રાશિ પર શનિની પનોતી રહશે, કોણ થશે મુક્ત?

- હાલમાં કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિના રાશિ પરિવર્તન કરવાથી મકર રાશિમાંથી શનિની સાડાસાતી હટી જશે
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિને ક્રુર ગ્રહ કહેવામાં આવે છે. શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડાસાતી અથાર્ત શનિની પનોતી અને ઢૈય્યા શરૂ થઈ જાય છે, તો કોઈ રાશિથી શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ખતમ થઈ જાય છે. શનિ અઢી વર્ષમાં એક વખત રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ 2024માં રાશિ પરિવર્તન નહીં કરે, હવે તે 2025માં રાશિ પરિવર્તન કરશે.
હાલમાં કુંભ, મકર અને મીન રાશિ પર શનિની પનોતી એટલે કે સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિના રાશિ પરિવર્તન કરવાથી મકર રાશિમાંથી શનિની સાડાસાતી હટી જશે અને વૃશ્ચિક, કર્ક રાશિના જાતકોને શનિની ઢૈય્યામાંથી મુક્તિ મળી જશે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં એક વખત શનિની સાડા સાતી અને ઢૈયા જરુર આવે છે. જાણો કઈ રાશિમાં ક્યારે શરૂ થશે શનિની સાડાસાતી અને ઢૈય્યા
મેષ રાશિ
સાડાસાતી- 29 માર્ચ, 2025થી 31 મે 2032 સુધી
ઢૈયા – 13 જુલાઈ 2024થી 27 ઓગસ્ટ 2036 સુધી
12 ડિસેમ્બર 2043થી 8 ડિસેમ્બર 2046 સુધી
વૃષભ રાશિ
સાડાસાતી- 3 જુન, 2027થી 13 જુલાઈ 2034 સુધી
ઢૈયા – 27 ઓગસ્ટ 2036થી 22 ઓક્ટોબર 2038 સુધી
મિથુન રાશિ
સાડાસાતી- 8 ઓગસ્ટ, 2029થી 27 ઓગસ્ટ 2036 સુધી
ઢૈયા – 22 ઓક્ટોબર 2038થી 29 જાન્યુઆરી 2041 સુધી
કર્ક રાશિ
સાડાસાતી- 31 મે, 2032થી 22 ઓક્ટોબર 2038 સુધી
ઢૈયા – 29 એપ્રિલ 2022થી 29 માર્ચ 2025 સુધી
29 જાન્યુઆરી 2041થી 12 ડિસેમ્બર 2043 સુધી
સિંહ રાશિ
સાડાસાતી- 13 જુલાઈ, 2034થી 29 જાન્યુઆરી 2041 સુધી
ઢૈયા – 29 માર્ચ 2025થી 3 જુન 2027 સુધી
12 ડિસેમ્બર 2043થી 8 ડિસેમ્બર 2046 સુધી
કન્યા રાશિ
સાડાસાતી- 27 ઓગસ્ટ 2036થી, 12 ડિસેમ્બર 2043 સુધી
ઢૈયા – 3 જુન 2027થી 8 ઓગસ્ટ 2029 સુધી
તુલા રાશિ
સાડાસાતી- 22 ઓક્ટોબર, 2038થી 8 ડિસેમ્બર 2046 સુધી
ઢૈયા – 8 ઓગસ્ટ 2029 થી 31 માર્ચ 2033 સુધી
વૃશ્ચિક રાશિ
સાડાસાતી- 28 જાન્યુઆરી, 2041થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા – 29 એપ્રિલ 2022થી 29 માર્ચ 2025 સુધી
31 મે 2032 થી 13 જુલાઈ 2034 સુધી
ધન રાશિ
સાડાસાતી- 12 ડિસેમ્બર, 2043થી 3 ડિસેમ્બર 2049 સુધી
ઢૈયા – 29 માર્ચ 2025થી 3 જુન 2027 સુધી
13 ડિસેમ્બર 2034થી 27 ઓગસ્ટ 2036 સુધી
મકર રાશિ
સાડાસાતી- 26 જાન્યુઆરી, 2017થી 29 માર્ચ 2025 સુધી
ઢૈયા – 3 જુન 2027થી 8 ઓગસ્ટ 2029 સુધી
27 ઓગસ્ટ 2036થી 22 ઓક્ટોબર 2038 સુધી
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી નાના પિતા કોણ છે? જાણીને લાગશે નવાઈ…