ટ્રેન્ડિંગવર્લ્ડ

‘TikTok હરામ છે’, પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો કેમ છે હંગામો

Text To Speech

પાકિસ્તાન, 25 ડિસેમ્બર, 2023ઃ સિંધ પ્રાંતની રાજધાની કરાચીની એક અગ્રણી ધાર્મિક શાળા જામિયા બિનોરિયા ટાઉને TikTok અંગે ફતવો બહાર પાડ્યો છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર, શાળાએ ટિકટોકના ઉપયોગને ગેરકાયદેસર અને હરામ જાહેર કર્યો છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે TikTokએ આધુનિક યુગની સૌથી મોટી લાલચ છે. ફતવા નંબર 144211200409માં સંગઠને પોતાના સ્ટેન્ડના સમર્થનમાં દસ કારણો આપ્યા છે.

પાકિસ્તાની સમાચારના અહેવાલ મુજબ, અગાઉ પણ પાકિસ્તાનમાં ઘણા ધાર્મિક વિદ્વાનો અનૈતિકતા ફેલાવવાના કારણે TikTok પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં ઘણી વખત TikTok પર આંશિક પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ધાર્મિક નિષ્ણાતોનું માનવું છે કે TikTokના કારણે અનૈતિકતા ફેલાય છે. આ ફતવો જામિયા બિનૌરિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઈસ્લામના શરિયા કાયદા અનુસાર TikTokને હરામ માનવામાં આવે છે.

શું કહ્યું હતું ફતવામાં?

ફતવામાં મહિલાઓ અને પુરુષોના વીડિયો બનાવવાની ટીકા કરવામાં આવી છે. તેનું કારણ જણાવતા કહેવામાં આવ્યું હતું કે TikTok વીડિયો અશ્લીલતા અને નગ્નતાને પ્રોત્સાહન આપે છે, આ સિવાય તે સમયનો વ્યય છે.

પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

વર્ષ 2021માં પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ TikTok પર પાંચ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. 2023ના શરૂઆતના મહિનામાં લાહોર હાઈકોર્ટમાં TikTok પર પ્રતિબંધ મૂકવાની અરજી આપવામાં આવી હતી. પિટિશનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે TikTok યુવાનો પર નકારાત્મક અસર કરી રહી છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે સમાજમાં TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગ છે અને તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Back to top button