અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ટિકટોક ગર્લ ફરી એકવાર વિવાદમાં: કિર્તિ પટેલે યુવતી વિશે ગંદુ લખાણ લખી વાઇરલ કર્યું, 2 સામે પોલીસ ફરિયાદ

Text To Speech

અમદાવાદઃ વિવાદોમાં રહેતી સુરતની ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સહિત બે સામે અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને એક યુવતીને ધમકી આપીને બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયામાં ફરતું કરવા બદલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કિર્તિ પટેલ – ફાઈલ તસવીર

બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયામાં મૂક્યું
પોલીસના જણાવ્યા મુજબ, વસ્ત્રાપુરમાં રહેતી એક યુવતી અને ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં સેટેલાઈટમાં થયેલી મારામારીની અદાવત રાખી કીર્તિ પટેલ અને તેની સાથેના ભરત ભરવાડે ફરિયાદી યુવતીની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કિર્તિ પટેલે યુવતી વિશે બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયામાં ફરતું કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ યુવતીએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ અને અને ભરત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કર્ણાવતી ક્લબ સામે મારામારી કરી હતી
અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ પણ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી યુવતીને કિર્તિ પટેલે પાઇપના ફટકા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. તે સમયે આ મામલે જે તે સમયે કીર્તિ પટેલ સહિત બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પાઇપથી હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ
યુવતી સોશિયલ મીડિયા પર લાઈવ હતી. ત્યારે અચાનક કીર્તિ પટેલે વચ્ચે આવીને યુવતીની માતાને ગાળો બોલી હતી અને ત્યારબાદથી તેમની વચ્ચે સંબંધો વણસ્યા હતા. ત્યારબાદ યુવતીની કારના કાચ કોઈએ તોડી નાખ્યાં હતા. પછી યુવતી મિત્રની કારમાં કર્ણાવતી ક્લબ પાસે ચા પીવા ગઈ ત્યારે તેને કીર્તિ પટેલે પાઇપથી હુમલો કરીને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ જે તે સમયે નોંધાવી હતી.

Back to top button